રાજકોટમાં PSIની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા યુવાનનું અચાનક થયું મોત, પરિવાર અને મિત્રોમાં વ્યાપ્યો શોક

PSI બનતા પહેલા જિંદગી હારી ગયા, PSI બનવા પ્રેકટિક્સ દરમિયાન અચાનક એવું તો શું થયું કે થઇ ગયું નિધન…જાણો વિગત

ગુજરાતની અંદર ઘણા યુવાનો દેશની સેવા કરવા માટે આર્મી અને પોલીસમાં જોડાવવાના સપના જોતા હોય છે. અને તેના માટે તેઓ તનતોડ મહેનત પણ કરતા હોય છે. રોજ સવારે ઉઠી અને દોડવા માટે પણ જતા હોય છે ત્યારે રાજકોટ શહેરના એવા જ એક પીએસઆઇની પરીક્ષાની તૈયારી કરી રહેલા આશાસ્પદ યુવાનનું દોડવા દરમિયાન જ હૃદયબેસી જવાના કારણે મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા અને PSIની બનવાની તૈયારી કરતા 24 વર્ષીય ભાવેશ મકવાણા આજે સવારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરી રહ્યો હતો તે દરમિયાન જ તેનું હૃદય બેસી જવાના કારણે મોત નીપજ્યું હતું. PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં દોડ પુરી કરવા માટે ભાવેશ તૈયારી કરતો હતો પરંતુ PSI બને તે પહેલા જ તેને કાળ ભરખી ગયો હતો.

ભાવેશ મકવાણા આજે વહેલી સવારે રેસકોર્સમાં પીએસઆઈની ફિઝિકલ તૈયારી કરવા દોડતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ઢળી પડતા તેને 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો. જ્યાં તેના 100થી વધુ મિત્રો ઉમટી પડ્યા હતા. મિત્રોના મતે ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો. અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે ભાવેશ વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો.

રાજકોટના પીએસઆઇની તૈયારી કરી રહેલા આ આશાસ્પદ યુવાનનું આમ અચાનક મોત થવાની ખબર સાંભળતા જ મિત્રો સાથે પરિવાજનોમાં પણ શોકનો મહિલા ફરી વળ્યો હતો. ભાવેશ છેલ્લા ત્રણેક વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી ચુકયો હતો. આ માટે ગાંધીનગર પણ રોકાઈ આવ્યો હતો. પરંતુ દર વખતે થોડા માર્કસ માટે રહી જતો હતો.

આ વર્ષે પણ ભાવેશે પરીક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી, અને આ વર્ષે તેને પણ વિશ્વાસ હતો કે આ વર્ષની પરીક્ષામાં તે ચોક્કસ સફળ બનશે,પરંતુ  પરીક્ષા આપે તે પહેલા જ તે કાળનો કોળિયો બની ગયો અને તેની સાથે તેના પરિવારના સપનાઓ ઉપર પણ પાણી ફરીવળ્યું હતું.

Niraj Patel