વડોદરામાં વસીમે મોડેલ પ્રાચીનું 3 વાર ગળું દબાવ્યું, ચોથીવાર….આ હત્યારાને કોર્ટે સંભળાવી ખતરનાક સજા

વડોદરાની મોડેલ પ્રાચીની હત્યા કરનાર ખૂની દરીંદા વસીમને કોર્ટે ફટકારી ખતરનાક સજા, આખી સ્ટોરી સાંભળીને આજ પછી કોઈ હત્યા કરવાની હિમ્મત નહિ કરે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવતિઓની હત્યાના ઘણા કેસો સામે આવી રહ્યા છે, જેમાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધો કારણભૂત હોય છે. હાલમાં જ સુરતનો ચકચારી કેસ ગ્રીષ્મા વેકરિયા ઘણો ચર્ચામાં છે, જેમાં ફેનિલ ગોયાણી નામના નરાધમે ગ્રીષ્માની સરાજાહેર ગળુ કાપી હત્યા કરી નાખી હતી. ત્યારે વડોદરાનો પણ એક કેસ ઘણો ચર્ચામાં રહ્યો હતો, જેમાં 25 એપ્રિલ 2019ના રોજ સવારે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસે એક ડ્રામા આર્ટીસ્ટ યુવતીની લાશ મળી હતી, જેનુ નામ પ્રાચી મોર્ય હતુ. પ્રાચી એપલોઝ સ્ટુડિયોમાં ડ્રામા આર્ટીસ્ટ તરીકે કામ કરતી હતી.

24 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાના અરસામાં ડ્રામા શો માટ તે વડોદરાથી ખંભાત માટે નીકળી હતી અને રાત્રે દસેક વાગ્યે શો પૂરો થતા પરત વડોદરા માટે નીકળી હતી, ત્યારે રાત્રે એક વાગ્યા આસપાસ વડોદરા પરત પહોંચતા 1.20 વાગ્યે અંકિત શર્મા કે જે વોલિયેન્ટર તરીકે  એપલોઝ સ્ટુડિયોમાં કામ કરે છે તે પ્રાચીને ઘરે મુકવા માટે ગયો હતો. આ દરમિયાન 2 વાગ્યા આસપાસ વસીમ, અંકિત અને પ્રાચીને રોક્યા હતા. પ્રાચીએ અંકિતને ત્યાંથી નીકળી જવા માટે કહ્યું હતું અને 3.30 વાગ્યે પ્રાચીની હત્યા કરી હતી.

વસીમ પ્રાચીનો અલ્કાપુરીથી પીછો કરી રહ્યો હતો અને યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસે વસીમે તેને રોકી પણ હતી. ત્યારે પ્રાચીએ ઘરે મુકવા આવેલા અંકિતને કહ્યું કે તું અહીંથી જતો રહે આ અમારે બંને વચ્ચેની મેટર છે. એટલું કહેતા અંકિત ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ બંને વચ્ચે માથાકૂટ થઇ હતી અને ઉશ્કેરાયેલા વસીમે પહેલા ત્રણ વાર પ્રાચીનું ગળું દબાવ્યું હતું ત્યારબાદ દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પ્રાચીએ વિવાદ ટાળવા મારો પર્સનલ પ્રોબ્લમ છે તું જા કહી અંકીતને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું.

અંકિત નીકળ્યો એટલે પ્રાચીએ આપણું બ્રેકઅપ થઇ ગયું છે હવે કેમ પરેશાન કરે છે તેવું વસીમને કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ચાર વર્ષ પૂર્વેનો સંબંધ ધરાવતો આરોપી વસીમ ઉર્ફે અરહાન મલેકે પ્રાચીને રાત્રે રિલાયન્સ મોલ પાછળના ગ્રાઉન્ડમાં મળવા બોલાવી હતી. પ્રાચીએ વસીમની સાથે સબંધો તોડી તેને મોબાઈલમાં બ્લેક લીસ્ટમાં મૂકી દીધો હતો. આરોપીએ તેને મનાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ મૃતક તેની સાથે સંબંધ રાખવા માંગતી ન હતી. આને લઇને વસીમને શંકા થઇ કે પ્રાચીને અન્ય યુવક સાથે સબંધ છે. ત્યારે તેણે એવું માન્યુ કે, મારી નહિ તો કોઈ ની નહિ… અને ગળું દબાવી પ્રાચીની હત્યા કરી દીધી હતી.

પોલીસે આરોપીને પકડવા માટે 16 જેટલી ટીમો બનાવી અને ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડ્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે નામદાર કોર્ટે વસીમને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. ત્યારે આખરે ત્રણ વર્ષે આ કેસનો ચુકાદો આવ્યો અને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ ગુનો પુરવાર કરવા માટે 33 સાહેદોને તપાસવામાં આવ્યા હતા અને 100 જેટલા દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

Shah Jina