મનોરંજન

પોતાની ભત્રીજીને જ ડેટ કરી રહ્યો છે કોરિયોગ્રાફર પ્રભુદેવા ? જલ્દી જ કરી શકે છે તેની સાથે બીજા લગ્ન?

ફિલ્મી દુનિયામાં કોના રિલેશન કોની સાથે બંધાઈ જાય કઈ નક્કી નથી. હાલમાં જ બૉલીવુડના પ્રખ્યાત કોરોયો ગ્રાફર અને ડાન્સર પ્રભુદેવા તેના રિલેશનને લઈને ચર્ચામાં છે અને તે પણ પોતાની ભત્રીજી સાથે જ. એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ પ્રમાણે પ્રભુદેવા જલ્દી જ પોતાની ભત્રીજી સાથે જ લગ્ન પણ કરી શકે છે. એવી અફવાઓ પણ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે.

Image Source

શરમાળ સ્વભાવ અને વિવાદોથી દૂર રહેવા વાળા પભુદેવાના બીજા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. જો કે હજુ સુધી પ્રભુદેવા અને તેની ટિમ તરફથી આ ખબરોનું ખંડન કરવામાં આવી રહ્યું છે અને ખાતરી પણ કરવામાં નથી આવી.

Image Source

પરંતુ એક ન્યુઝ મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રભુદેવા પોતાની ભત્રીજી “શોભા”ને ડેટ કરી રહ્યા છે અને જલ્દી જ તેની સાથે લગ્ન કરવાના છે એવી અફવા સામે આવી છે. હવે આ ખબરોમાં કેટલી હકીકત છે તે તો જયારે પ્રભુદેવા અધિકારીક નિવેદન આપે ત્યારે જ ખબર પડી શકે.

Image Source

પ્રભુદેવાની પ્રોફેશનલ લાઈફ જેટલી સુંદર અને વૈભવી દેખાય છે તેટલી જ તેનું અંગત જીવન તકલીફો વાળું અને ઉતાર-ચઢાવ ભરેલું છે. પ્રભુદેવાએ 1995માં રામલતા સાથે લગ્ન કર્યા હતા. રામલતા મુસ્લિમ હતી અને એક ક્લાસિકલ ડાન્સર પણ હતી. લગ્ન બાદરામલતાએ હિન્દૂ ધર્મનો સ્વીકાર કર્યો. બંનેને ત્રણ દીકરા પણ થયા પરંતુ મોટા દીકરા વિશાલનું કેન્સરના કારણે 2008માં મૃત્યુ થઇ ગયું.

Image Source

પ્રભુદેવા અને સાઉથની અભિનેત્રી નયનતારાના અફેરની ખબરો પણ ખુબ જ ચર્ચામાં આવી હતી. પ્રભુદેવાએ તમિલ ફિલ્મ “વિલ્લુ”માં નયનતારાને કોરિયોગ્રાફ કરી હતી. આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. પરંતુ શરૂઆતથી જ તેમને ના તો પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો કે ના તો નકાર્યો. વર્ષ 2010માં તે બંનેએ સંબંધોની વાત સ્વીકારી અને લગ્ન કરવાની વાત કરી હતી.

Image Source

નયનતારા અને પ્રભુદેવાના સંબંધોની વાત પ્રભદેવની પત્ની રામલતાને પણ ખબર પડી. પ્રભુદેવાએ છૂટાછેડા માટે અરજી પણ કરી, પરંતુ રામલતાએ છૂટાછેડા આપવાનો ઇન્કાર કરી દીધો. પરંતુ પછીથી કોર્ટ કચેરી અને હંગામો કર્યા બાદ 2011માં રામલતા સાથે 16 વર્ષનું લગ્ન જીવન સમાપ્ત કરી દીધું. તો નયનતારા સાથે પણ વર્ષ 2012માં પ્રભુદેવાએ બ્રેકઅપ કરી લીધું હતું.

Image Source

પ્રભુદેવા ઘણી બધી ફિલ્મોમાં કોરિયોગ્રાફર અને ડાન્સર તરીકે જોવા મળે છે. હાલમાં તે સલમાન ખાન સાથેની ફિલ્મ “રાધે-યોર મોસ્ટ વોન્ડેટ ભાઈ”ને ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત આ ફિલ્મની અંદર અભિનેતા તરીકે પણ પ્રભુદેવા જોવા મળશે.