મનોરંજન

કરોડોની સંપત્તિનો માલિક છે ફિલ્મોનો “બાહુબલી”, જીવે છે આવી લક્ઝુરિયસ લાઈફ, એક ફિલ્મ માટે કરે છે આટલો બધો ચાર્જ

બોલીવુડની સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોના પણ લાખો લોકો ચાહકો છે. એવી જ એક ફિલ્મ થોડા સમય પહેલા આવી જેને બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. એ ફિલ્મ હતી “બાહુબલી” જેનો પહેલો અને બીજો બંને ભાગ દર્શકોને ખુબ જ પસંદ આવ્યા. આ ફિલ્મની અંદર બાહુબલીનું પાત્ર લોકોને ખુબ જ ગમ્યું.


ફિલ્મોના આ બાહુબલી અસલ જીવનમાં પણ બાહુબલીની જેમ જ રાજાશાહી જીવન જીવે છે. ચાલો આજે અમે તમને બાહુબલી અભિનેતા પ્રભાસના જીવન અને તેની લાઈફ સ્ટાઇલ વિશેની કેટલીક વાતો જણાવીએ.

Image Source

પ્રભાસે સાઉથની ફિલ્મોમાં જ નહિ પરંતુ બોલીવુડમાં પણ સારું નામ મેળવ્યું છે અને આજે આખી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. તેનો જન્મ 23 ઓક્ટોબર 1979ના રોજ થયો હતો. પ્રભાસના પિતાનું નામ યુ. સૂર્યનારાયણ રાજુ ઉપ્પાલાપાટિ હતું અને તેની માતાનું નામ શિવકુમારી હતું. પ્રભાસના પિતા ફિલ્મ નિર્માતા હતા.

Image Source

પ્રભાસ ત્રણ ભાઈ બહેનોમાં તે સૌથી નાનો હતો. તેના કાકા કૃષ્ણમ રાજુ ઉપ્પાલાપાટિ તેલુગુ ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. પ્રભાસનું આખું નામ કદાચ ભાગ્યે જ કોઈને ખબર હશે. તેનું આખું નામ વેન્કેટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ છે.
આજે પ્રભાસ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાઈપેડ સ્ટાર્સના લિસ્ટમાં આવે છે. જેના કારણે તે ખુબ જ લક્ઝુરિયસ જીવન જીવી રહ્યો છે. તે એવી એવી મોંઘી વસ્તુઓનો શોખ ધરાવે છે કે તેના વિશે કોઈ વિચારી પણ નથી શકતું.

Image Source

પ્રભાસના કુલ નેટવર્થની વાત કરીએ તો તેનું કુલ નેટવર્થ 160 કરોડ કરતા પણ વધારે છે. તે ઘણી જ કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. અને તેના માટે તે મોટી રકમ પણ ચાર્જ કરે છે.

Image Source

પ્રભાસની કમાણીનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય છે કે તે દેશના સૌથી વધુ ટેક્સ ભરવા વાળા સેલેબ્રિટીઓના લિસ્ટમાં સામેલ છે. પ્રભાસ લગભગ 7 કરોડ રૂપિયા જેટલો ટેક્સ ભરે છે.

Image Source

પ્રભાસ પાસે હૈદરાબાદના પૉશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં એક આલીશાન બંગલો પણ છે. જેને તેને 2014માં ખરીદ્યો હતો. આ બંગલાની કિંમત પણ કરોડો રૂપિયા સુધીની છે.

Image Source

સાધારણ દેખાનારો પ્રભાસ શાનદાર ગાડીઓનો પણ શોખીન છે. તેની પાસે લક્ઝુરિયસ કારના કલેશનમાં રેન્જ રોવર, રોલ્સ રોય ફેન્ટમ, બીએમડબ્લ્યુ, જેગુઆર જેવી કરોડોની કિંમતની કાર છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે બાહુબલી ફિલ્મના પહેલા ભાગ માટે પ્રભાસે 25 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. પરંતુ પહેલા ભાગની સફળતા બાદ તેને બીજા પાર્ટ માટે 30 કરોડ રૂપિયા ચાર્જ વસુલ્યો હતો.