ખબર

BREAKING : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મોટી અપડેટ ! આ વ્યક્તિનું અચાનક થયું નિધન…બધા ચોંકી ઉઠ્યા

આર્યન ખાન ડ્રગ્સ કેસ કેટલાક દિવસો પહેલા ખૂબ જ ચર્ચા રહ્યો હતો. આ કેસમાં આર્યન ખાનને ઘણા દિવસો સુધી જેલમાં પણ જવું પડ્યુ હતુ, ત્યારે હાલ આ કેસ બીજા એક કારણોસર ચર્ચામાં આવ્યો છે. કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં NCBના પંચ સાક્ષી પ્રભાકર સેલનું ગઈકાલે અવસાન થયું હતું. ન્યૂઝ એજન્સી ANIએ તેમના વકીલ તુષાર ખંડારેને ટાંકીને આ માહિતી આપી છે. ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને શુક્રવારે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું, તમને જણાવી દઈએ કે આ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. બાદમાં તેને જામીન મળી ગયા હતા.

પ્રભાકર સાઇલ NCBના સાક્ષી કિરણ ગોસાવીનો બોડીગાર્ડ હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે ગોસાવીએ ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા બાદ એક વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયા લીધા હતા. સાઇલે કહ્યું હતું કે, “હું કિરણ ગોસાવીના બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો. મેં તેને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મદદ કરી હતી. જો કે, એનસીબીએ કોર્ટમાં તેના સોગંદનામામાં સેઇલને “પ્રતિકૂળ સાક્ષી” તરીકે નામ આપ્યું હતું. ગોસાવી વિરુદ્ધ 18 ઓક્ટોબરે કેસ નોંધવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબર, 2021ના રોજ દરિયાની મધ્યમાં ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રુઝ શિપ પર NCBની ટીમ દ્વારા ડ્રગ્સની કથિત પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં અત્યાર સુધીમાં આર્યન સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઘણા લોકોને જામીન મળ્યા હતા. પ્રભાકર સાઇલે NCB કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને છોડાવવા માટે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની, કેપી ગોસાવી અને સેમ ડિસોઝા વચ્ચે 25 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી. 18 કરોડમાં કરાર થયો હતો. જેમાં આ સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરનાર સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા આપવાના હતા.

કેપી ગોસાવી એ જ વ્યક્તિ છે જેની આર્યન ખાન સાથે સેલ્ફી લેતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પ્રભાકરે ક્રુઝ ડ્રગ્સ કેસમાં એફિડેવિટ દાખલ કરીને એનસીબીના તત્કાલિન અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આરોપોનો આધાર કેપી ગોસાવી અને સામ ડિસોઝા નામની વ્યક્તિ વચ્ચેની ફોન વાતચીતના આધારે આપ્યો હતો. પ્રભાકરના કહેવા પ્રમાણે, તેણે ડિસોઝા અને ગોસાવી વચ્ચેની વાતચીત સાંભળી હતી. અગાઉ 1 એપ્રિલના રોજ, મુંબઈની વિશેષ અદાલતે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને સંડોવતા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCBને વધારાના 60 દિવસનો સમય આપ્યો હતો.