ખબર

કોરોનાની મહામારી વચ્ચે ચીનની શરમજનક હરકત આવી સામે, ભારતને પણ મોકલી ખરાબ કીટ

ભારત દેશમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇકવીપમેનેટ (પીપીઈ)કીટથી કોઈ રાહત મળી રહી. કોરોના વાયરસને લઈને પીપીઈ કીટમાં મુખ્ય સપ્લાયર ચીને ભારતને પણ ખરાબ ગુણવતાવાળી કીટ મોકલી છે. જે અનોપયોગી છે. આ કીટ ગુણવતા પરીક્ષણમાં ફેલ છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ મામલે જોડાયેલા એક શખ્સે જણાવ્યું હતું કે, 5 એપ્રિલ સુધીમાં 1,70, 000 કીટ ભારત સરકારને ડોનેટ કરી હતી. જે પૈકી 50,000 કીટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ છે. આ સાથે જ આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, 30 હજાર અને 10 હજારના નાના પાર્સલ પણ આવ્યા હતા જે ટેસ્ટમાં ફેલ થઇ ગયા છે. કીટને ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન લેબોરેટરી ગ્વાલિયરમાં ટેસ્ટ કરવામાં આવી હતી.

Image Source

ડોનેશન તરીકે મળેલ કેટલીક કીટ ગુણવત્તાની પરીક્ષણમાં નિષ્ફળ ગઈ અને તેનો ઉપયોગ કરી શકાતો નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર,એક શખ્સે કહ્યું હતું કે, મેના પહેલા અઠવાડીયા સસુધીમાં આપણી પાસે શૂટ હોવા જોઈએ. આ સાથે જ આ શૂટનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. સરકારનું અનુમાન છે કે, ભારતમાં 2 મિલિયન પીપીઈ શૂટ તૈયાર થાય છે સ્થિતિ સારી હશે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, ગભરાવવાની કોઈ જરૂરત નથી.

Image Source

સૂત્રોએ જણાવ્યું હતું એ, વધુ 6.5 લાખ કીટ જલ્દી જ આવી જશે. આ પૈકી ગ્વાન્ગ વોન્ડફોથી 3 લાખ અને ઝુહાઇથી 2.5 લાખ રૈપિડ એન્ટી-બોડી ટેસ્ટિંગ કીટ આવશે. આ સિવાય એમજીઆઈ શેનઝેનથી 1 લાક કીટ્સ આવશે.

Image Source

જણાવી દઈએ કે, ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 13,430 છે. કોરોનથી મૃત્યુ પામનારની સંખ્યા 448 છે. આ પૈકી 1768 લોકો રિકવર થઇ ગયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.