વાયરલ

વરઘોડાની અંદર PPE કીટ પહેરીને ડાન્સ કરી રહ્યો હતો આ યુવક, હકીકત સામે આવી તો બધા ચોંકી ઉઠ્યા, જુઓ વીડિયો

કોરોના વાયરસે ઘણું બધું બદલી નાખ્યું છે. હવે તો લગ્નની પ્રથાઓ પણ બદલાઈ ગઈ છે. એક સમયે લગ્નની અંદર જોવા મળતો મોટો મેળવેલો આજે ગણ્યા ગાંઠ્યા લોકો સાથે જ જોવા મળે છે. અને તેમાં પણ વરઘોડાની અંદર મન મૂકીને નાચતા જાનૈયાઓ પણ હવે તો બહુ ઓછા થઇ ગયા છે.

ત્યારે આ દરમિયાન ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં મેડિકલ કોર્લેજની બહારથી બેન્ડ વાજાના તાલ ઉપર પીપીઈ કીટ પહેરીને નાચી રહેલા એક યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પીપીઈ કીટમાં જોવા મળી રહેલો આ વ્યક્તિ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે.

જણાવવામાં આવ્યું રહ્યું છે કે જયારે વરઘોડો હોસ્પિટલની બહારથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બેન્ડ વાજાનો અવાજ સાંભળીને એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ત્યાં આવીને ડાન્સ કરવાનું શરૂ કરી દીધું/ શરૂઆતમાં તો જાનૈયાઓ પીપીઈ કીટ પહેરેલા તે યુવકને જોઈને આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ તેના વિશેની જાણકારી મળ્યા બાદ તેને ડાન્સ કરવા દેવામાં આવ્યો. જેનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

આ વીડિયોને દિનેશ માનસરા નામના એક યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, સાથે તેમને લખ્યું છે કે ઉત્તરાખંડના હલ્દવાની મેડિકલ કોલેજની બહારથી જયારે વરઘોડો પસાર થઇ રહ્યો હતો ત્યારે પીપીઈ કીટ પહેરીને એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પોતાની માનસિક તાણ દૂર કરવા માટે નાચવાનું શરૂ કરી દીધું. એમ્બ્યુલન્સ ડ્રાઈવર છેલ્લા ઘણા દિવસથી કોવિડ શબોને શમ,સ્મશાન ઘાટ પહોંચવાનું કામ કરે છે. ડ્રાઈવરનું નામ મહેશ છે.

આ મહામારીના સમયમાં ઘણા લોકો સતત ખડેપગે કામ કરી રહ્યા છે. ત્યારે તેઓ પણ ક્ષણવારનો આનંદ મેળવવા માટે કઈક ખાસ કરતા હોય છે. જુઓ તમે પણ વાયરલ થઇ રહેલા આ વીડિયોને