ખબર વાયરલ

કોરોના સંક્રમિત વ્યક્તિના મૃતદેહને પુલ પરથી નાખ્યો નદીમાં, વીડિયો થયો વાયરલ, જુઓ

નબળા હૃદય વાળા લોકો આ વીડિયો ન જોતા…લાશને પુલમાં નાખનારા વ્યક્તિ વિશે જાણીને નવાઈ લાગશે

ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં PPE કિટ પહેરેલ વ્યક્તિ મૃતદેહને પુલથી રાપ્તી નદીમાં ફેંકતા જોવા મળી રહ્યા છે આ ઘટના કેમેરામાં કેદ થઇ જવા પામી છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઇ ગઇ છે. આ વીડિયોને લોકો દ્વારા ઘણો જ શેર કરવામાં આવી રહ્યો છે.

આજ તકના રીપોર્ટ અનુસાર આ વાયરલ વીડિયો 29 મેના રોજનો જણાવવામાં આવી રહ્યો છે. ઘટના કોતવાલી નગર ક્ષેત્રના રાપ્તી નદી પર બનેલ સિસઇ ઘાટ પુલની જણાવવામાં આવી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, વરસાદ પડી રહ્યો છે અને બે લોકો વીડિયોમાં જોવા મળી રહ્યા છે, જેમાં એકે પીપીઇ કિટ પહેરી છે અને મૃતદેહને ઉઠાવી પુલથી નીચે નદીમાં ફેંકતા જોવા મળી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં રાપ્તી નદીમાં કોવિડ સંક્રમિત વ્યક્તિના મૃતદેહને ફેંકવાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે અને આ મામલો સામે આવ્યા બાદ નગર કોતવાલીમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રવિવારે પોલિસે આ મામલામાં બે લોકોની ધરપકડ કરી છે. જેણે કિટ પહેરી નથી તે યુવકનું નામ ચંદ્ર પ્રકાશ છે, જે શ્મશાન ઘાટ પર કામ કરે છે. આજતક સાથે વાતચીતમાં કહ્યુ કે, કેટલાક લોકો આવ્યા અને મને બોલાવી પુલ પર લઇ ગયા. હું પુલ પર બીજી બાજુ ઊભો હતો અને ત્યારે એક યુવકે બેગની ચેન ખોલીને પત્થર નાખ્યો અને મને બોલાવ્યો, પછી નદીમાં મૃતદેહ ફેકી પાછો જતો રહ્યો. મેં કહ્યુ કે, અહીં લાકડીઓ છે, તો તેમણે કહ્યુ કે, મારે જળપ્રવાહ કરવો છે. કેટલાક લોકો તેમના સાથે હતા એ માટે તેમણે મારી વાત ના સાંભળી.

રવિવારે મુખ્ય ચિકિત્સા અધિકારીએ જણાવ્યુ કે, રાપ્તી નદીમાં ફેંકવામાં આવેલ મૃતદેહ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢના રહેવાસી પ્રેમનાથ મિશ્રનો છે. તેઓ 25 મેના રોજ કોરોના સંક્રમિત થયા હતા અને તેમને સંયુક્ત જિલ્લા હોસ્પિટલના એલ-2 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 28મેના રોજ તેમની મોત થઇ હતી.