ધાર્મિક-દુનિયા

બજરંગબલી હનુમાનજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, બધી જ સમસ્યા થઇ જશે દૂર

પૌરાણિક કથાઓ અને ગ્રંથો અનુસાર પ્રાચીન સમયમાં થોડા એવા પાત્રો છે જેમને અમર એટલે પૌરાણિક ભાષામાં ચિરંજીવી માનવામાં આવે છે. આ દરેક પાત્રોમાંથી મહત્વનું પાત્ર બજરંગબલી એટલે કે હનુમાનજીને માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રીરામે બજરંગબલીને પૃથ્વીના જીવોની રક્ષા કરવા માટે અમર રહે તેવું વરદાન આપ્યું હતું.

કળિયુગમાં ચિરંજીવી હનુમાનની પાર્થના કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભોલેનાથ પછી હનુમાનજી સૌથી જલ્દી ખુશ થવા વાળા બીજા દેવતા છે. કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી જ મોટા મોટા સંકટો અને પરેશાનીઓ દૂર થઇ જાય છે.

Image Source

હનુમાજીના ભક્ત માટે મંગળવાર અને શનિવાર બહુ જ ખાસ દિવસ છે. આ 2 દિવસે કરવામાં આવેલી હનુમાનજીની વિશેષ વિશેષ ફળ આપે છે. આ ફળ માટે હનુમાનજીને પ્રસન્ન કરવા જરૂરી છે. હનુમાનજીના આ ઉપાય કરવાથી દરેક સમસ્યાનું સમાધાન થઇ જાય સાથે-સાથે મનોકામના પણ પૂર્ણ થઇ જાય છે.

આવો જાણીએ એ ઉપાય વિષે
જે લોકો તક્લીફ સામે ઝઝૂમી રહ્યા હોય તે લોકોએ દરરોજ સવારે અને સાંજે ઓછામાં ઓછા 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પરંતુ યાદ હોવા છતાં પુસ્તક જોઈને હનુમાન ચાલીસાનું વાંચન કરો.

હનુમાનજીને રામ નામથી સૌથી વધુ પ્રેમ છે. સાચા દિલથી રામ નામ લઈને હનુમાનજીને કોઈ પણ વસ્તુ ચડાવવાથી સ્વીકાર જરૂર કરી લે છે. આ માટે દરરોજ હનુમાનજીને ફળ, ફૂલ, ખાવાનું દરેક ચીજ રામ નામ લઈને અર્પણ કરો.

Image Source

દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને કેસરિયો સિંદૂર ઘી સાથે અર્પણ કરો. જેનાથી હનુમાનજી હંમેશા પ્રસન્ન રહે છે. હનુમાનજીના મંદિરની સામેથી જયારે પણ નીકળો ત્યારે હંમેશા હનુમાનજીને રામ-રામ કહીને નીકળો. હનુમાનજી રામ ભક્ત છે તેથી કોઈ પણ વસ્તુ સ્વીકાર કરે કે ના કરે પરંતુ પ્રેમથી બોલાયેલું રામ-રામ શબ્દ જરૂર સ્વીકાર કરે છે. હનુમાનજી રસ્તામાં આવતા સંકટથી પણ રક્ષા કરે છે.

મંગળવારે અને શનિવારે એકટાણું કરતા પહેલા કોઈ ભૂખ્યા ગરીબને ભોજન કરાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. હનુમાનજી પ્રસન્ન થવાથી તમારી ઉપર કયારે પણ ધનની કમી નહીં રહે. મંગળવારના દિવસે હનુમાનજીને રામનામિયું ચડાવવાથી અથવા રામનું નામ લઈને હનુમાનજીને ભોજન લગાવો. આ ભોગ બધાને પ્રસાદ તરીકે વહેંચી દો. આ પરથી હનુમાનજીની કૃપા હંમેશા રહેશે.

Image Source

દર મંગળવારે હનુમાનજીની સામે સુંદરકાંડનું પઠન કરો. હનુમાનજીને રામની મૂર્તિ ભેટ કરવાથી તમારું પ્રિય પાત્ર હંમેશા તમારી સાથે રહેશે. હનુમાનજીના મંદિરમાં રામનામનું કીર્તન અને રામાયણનો પાઠ કરવાથી હનુમાનજી હંમેશા તમારી આસપાસ રહેશે.
દરરોજ સવારે સાંજ રામાયણનો પાથ કરવાથી ઘરમાં ક્યારે પણ સંકટ નહીં આવે.

મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાં બેસીને રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો. આ બાદ હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવો. આ ઉપાય દર મંગળવારે કરવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ થઇ જાય છે.
મંગળવારના દિવસે સવારે સ્નાન કરવથી વડના 11 અથવા 21 પાંદડા પાણીથી ધોઈ લો. અને તેના ચંદન અથવા સિંદૂરથી રામ નામ લખી માળા બનાવી હનુમાનજીની ચઢાવવાથી બધું જ દુઃખ દૂર થાય છે.

દરરોજ આ મંત્રના જાપ કરવાથી હનુમાનજી કૃપાદ્રષ્ટિ કાયમ રહેશે.

मंत्र-

राम रामेति रामेति रमे रामे मनोरमे।

सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

ऊँ रामभक्ताय नम:। ऊँ महातेजसे नम:

ऊं कपिराजाय नम:। ऊँ महाबलाय नम:

ऊँ दोणाद्रिहराय नम:। ऊँ सीताशोक हराय नम:

ऊँ दक्षिणाशाभास्कराय नम:। ऊँ सर्व विघ्न हराय नम:

हेमकूटगिरिप्रान्त जनानां गिरिसामुगाम् पम्पावाहथाम्यस्यां नद्यां ह्रद्यां प्रत्यनत:

मंत्र-

नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा

Image Source

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ આસાન ઉપાય કરવાથી હનુમાનજીને પ્રસન્ન કરી સદૈવ હનુમાનજીની કૃપા મેળવી શકો છો.

બોલો જય બજરંગબલી…!!!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.