ધાર્મિક-દુનિયા

ગણેશ ભગવાનના આ 10 શક્તિશાળી મંત્ર તમારી બધી જ તકલીફો દૂર કરશે, એકવાર જરૂર બોલો

ભગવાન ગણેશ શિવ અને પાર્વતીના પુત્ર હોવાની સાથે-સાથે જ્ઞાનના દેવતા પણ છે, ગણેશજી બાધાઓને દૂર કરે છે. ભગવાન ગણેશ બુદ્ધિમતાનું પ્રતીક છે. ગણેશને ગણપતિ, દુંદાળા દેવ, ગજાનન અને લંબોદરના નામથી ઓળખવામાં આવે છે.ગણપતિનો મતલબ થાય છે બ્રહ્માંડ પરમાણુ અને વિભિન્ન ઉર્જાનો એક સમૂહ છે. જો બ્રહ્માંડના વિવિધ સમૂહને નિયંત્રિત કરવા માટે કોઈ સર્વોચ્ય કાનૂન ના હોય તો બ્રહ્માંડ અરાજકતામાં હોય. પરમાણુ અને ઉર્જાના આ સમુહોના ભગવાન ગણેશ છે. વર્ષ 2020ની શરૂઆત થઇ ગઈ છે. વર્ષ 2020માં ગણેશ મંત્રનો જાપ કરવાથી બધી તકલીફ દૂર થઇ જશે.

Image Source

આખા વર્ષ દરમિયાન નાની-મોટી તકલીફથી બચવા માટે ગણેશજીના 10 મંત્રનો જાપ કરો.

ॐ गंगणपतये नमो नम: श्री सिध्धीविनायक नमो नम: अष्टविनायक नमो नम: गणपती बाप्पा मोरया
જો તમે નવા વર્ષ જકો સારું કાર્ય જેવું કે, પ્રવાસ, નવી કારકિર્દી, નોકરી, ધંધો, સ્કૂલ, કોલેજ શરૂ કરતા પહેલા આ મંત્રનો જાપ જરૂર કરો. આ મંત્રનો જાપ કરવાથી કામમાં કોઈ વિઘ્ન નહીં આવે આ સાથે જ આ કામ્આ સફળ થશો. આ મંત્ર ગણેશજીની ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે.

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
સૌ કોઈ જાણે છે કે, કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ મંત્રનો જાપ કરવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભ થાય છે, અને કામમાં ધારી સફળતા મળે છે. આ મંત્રનો અર્થ થાય છે કે, વિશાલ શરીર ધરાવતા, વળાંકવાળી સૂંઢ ધરાવતા સૂર્યના કરોડ ગણી મહાન પ્રતિભાશાળી હે ભગવાન હંમેશા મારી સાથે જ રહો. કોઈ પણ વિઘ્ન વગર આપ મારા પર કૃપા કરો.

Image Source

जाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् । उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्
દરરોજ સવારે ગણેશજીની સામે આ મંત્ર કરવાથી દરેક દુઃખ અને બાધા દૂર થશે આ સાથે જ તમારું જીવન સુખ-સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહેશે. આ મંત્રનો અર્થ થાય છે કે, હાથીનું મુખ ધરાવતા, ભૂત-પ્રેતથી દૂર રહેનારા ઉમા પુત્રને નમન. વિધ્નહર્તા ગણેશજીને મારા પ્રણામ.

ॐ एकदंताय नम:
આ મંત્રનો અર્થ થાય છે કે, ભગવાન ગણેશ હાથીના આકારમાં બનેલા ચહેરાને દર્શાવે હે આ સાથે જ દર્શાવે છે કે, મગજમાંથી ખોટો રસ્તો કાઢીને યોગ્ય રસ્તે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ। આ મંત્ર એકદાંતવાળા હાથી દર્શાવે છે. ઈશ્વર સાથેની એકાકારની લાગણી થાય તે માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે.

ॐ लम्बोदराय नमः
ગણેશજી મત અને ગોળ પેટ માટે જાણીતા છે, આસાથે જ ગણપતિદાદાને લાડુ માટે પણ જાણીતા છે. ગણેશજીને લંબોદર નામથી સંબોધન કરવામાં આવે છે. આ મંત્રનો અર્થ થાય છે જેનું પેટ મોટું છે એવા ગણેશજીને વંદન કરવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી ગણપતિની જેમ આખા બ્રહ્માંડને પ્રેમ કરવાની અને એક થવાની અનુમતિ આપે છે.

Image Source

ॐ गम गणपतये नमः
આ ગણેશ મંત્ર ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. આ એક ગણેશ બીજ મંત્ર છે. આ મંત્રને વારંવાર રિપીટ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે સાથે જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ગણેશ મંત્ર મનને શાંતિ અપાવીને કામમાં સુધારો કરે છે.

श्रीं गं सौभाग्य गणपतये वर्वर्द सर्वजन्म में वषमान्य नमः॥
આ ગણેશ મંત્રનો વિશેષ અર્થ થાય છે. આ મંત્રનો અર્થ થાય છે કે, હે વિનાયક હે શ્રી ગણેશ તમારી કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ હંમેશા મને મળતા રહે અને હું એક સુખી અને સ્વસ્થ જીવન જીવી શકું મને તેવું સૌભાગ્ય આપો.

Image Source

ॐ विघ्ननाशाय नमः
આ મંત્રનો અર્થ થાય છે કે, બાધાઓનો નાશ કરનાર. આ મંત્રનો જાપ કરવાથી પારિવારિક સમસ્યા, જીવન અને કામમાં અડચણ આવતી હોય તો આ જાપથી આ તકલીફો આસાનીથી દૂર થઇ જાય છે.

ॐ गणाध्यक्षाय नमः
આ મંત્રનો ઉપાય કરવાથી તમારી આવડતમાં સુધારો થાય છે. આ મંત્રનો અર્થ થાય છે કે સમૂહનો નેતા.

ॐ गजकर्णकाय नमः
આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મક અસરથી દૂર રહેવાય છે આ સાથે જ સ્ટ્રેસને પણ દૂર કરવામાં આવે છે. આ મંત્ર આપણને તેમના જેવા થવાની પ્રેરણા આપે છે. આ મંત્રનો અર્થ થાય છે હાથીના મસ્તક સાથે હાથીના કાન.

ॐ सुमुखाय नमः

સુમુખનો અર્થ થાય છે એક સુખદ ચહેરો. ભગવાન ગણેશએ જયારે તેનું માથું ખોવાઈ ગયું હતું. ગણેશજીના માથું હાથી સાથે બદલી દેવામાં આવ્યું હતું. આ બાદ તેને સારી ભાવના અને શુદ્ધ આત્મા હાથીના ચહેરા પરની ચમક પર ગઈ છે, ગણેશજી પર આ સુંદર અને શાંત લાગી રહ્યું છે.

કમેન્ટમાં જય ગણેશ લખી ભગવાનને યાદ કરીએ…!!!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.