અજબગજબ ખબર

કુંભારે બનાવ્યો એવો દીવો જે 24 કલાક સુધી સળગતો રહે છે, કારીગરી જોઈને તમે પણ સલામ કરશો, જુઓ તસવીરો

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આપણે પણ આપણા ઘરને દીવાઓથી ઝળહળતું કરીશું. હાલમાં બજારની અંદર પણ અલગ અલગ પ્રકારના દીવાઓ મળે છે. જેને જોઈને આપણને પણ તેને ખરીદવાનું મન થઇ જાય.

Image Source

ત્યારે આજે અમે તમને એક એવા દિવા વિશે જણાવીશું જે એક બે નહિ પરંતુ 24 કલાક સુધી ઝળહળતો રહે છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ દીવો બનાવવાની કારીગરી જોઈને તમે પણ આ કારીગરને સલામ કરવા લાગશો.

Image Source

આ દીવાને છત્તીસગઢના એક કુંભારે ડિઝાઇન કર્યો છે. જે આખો દિવસ અને રાત સુધી પ્રજ્વલિત રહે છે. બસ્તર જિલ્લાના કોંડાગામમાં રહેવા વાળા અશોક ચક્રધારીએ આ અનોખા દીવાને બનાવ્યો છે.

Image Source

ચક્રધારીએ બનાવેલા આ દિવાની અંદર તેલ તેની જાતે જ ફ્લો કરે છે. આ દીવાનું નામ તેને “મેજીક લેમ્પ” રાખ્યું છે. ચક્રધારીએ યુટ્યુબ ઉપર એક વિડીયો જોયો હતો. ત્યારબાદ તેના દિમાગની અંદર આ આઈડિયા આવ્યો હતો. તે જણાવે છે કે: “હું હંમેશા નવા વિચારોની તલાશમાં રહું છું. જે મારા સ્કિલને ચેલેન્જ કરે અને મારી આસપાસના લોકો માટે એક ઉપયોગી સર્જન હોય.”

Image Source

ચક્રધારીની ઉંમર 62 વર્ષની છે. તેમને જણાવ્યું કે વર્ષ 2019થી કોઈ નવી ડિઝાઈનની શોધ કરી રહ્યો હતો. તે દરમિયાન જ તેને ઇન્ટરનેટ ઉપર એક દીવો જોયો. જેમાં તેલ ભરેલું રહે છે જેના કારણે દીવો બંધ ના થાય. તે જ તર્જ ઉપર તેને આ દીવો બનાવવાનું નક્કી કર્યું. તેને એ પણ જણાવ્યું કે હવે તેને દિવા બનાવવા માટે બહુ જ સારા ઓર્ડર પણ મળી રહ્યા છે.