હેલ્થ

ઘડપણ સુધી તમારા વાળ નહિ થાય સફેદ, આ રીતે બનાવો બટાકાની છાલનું હેયર પેક

બટાકા મોટાભાગના ઘરની અંદર સામાન્ય રીતે શાકભાજીમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. મોટાભાગના લોકો બટાકાની છાલને કાઢીને જ શાકમાં ઉપયોગ કરે છે, પરંતુ બટાકામાંથી નીકળેલી એ છાલને ક્યારેય નકામી ના સમજવી, તે તમારા વાળ માટે ખુબ જ ઉપયોગી છે. તે છાલ દ્વારા જ તમે તમારા વાળને ઘડપણ સુધી કાળા રાખી શકો છો.

Image Source

આજના મોટાભાગના લોકોના વાળ જલ્દી સફેદ થવા લાગે છે. તેની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. અને સફેદ વાળ થવા કોઈને પસંદ નથી. માટે તે કેમિકલ યુક્ત રંગો દ્વારા વાળને કાળા કરવાના પ્રયાસો કરતા હોય છે, પરંતુ બટાકાની છાલ આયુર્વેદમાં પણ ઘણા ઉપાયો માટે સૂચવવામાં આવી છે. જેમાંથી એક ઉપયોગ તેનો વાળને કાળા કરવા માટે પણ થાય છે. આ માટે તમારે માત્ર એક હેયર પેક બનાવવું પડશે. જે ખુબ જ સરળ છે. આ પેક દ્વારા તમે તમારા વાળને કાળા રાખી શકશો.

Image Source

બટાકાની છાલનું હેયર પેક બનાવવા માટેની સામગ્રી:

  • 3-4 બટાકાની છાલ
  • લવંડર તેલ
  • કાળા તલ અથવા તેનું તેલ
  • લવિંગ
  • કપૂર
Image Source

બટાકાની છાલનું હેયર પેક બનાવવા માટેની રીત:

  • 3-4 બટાકા લઈને તેની છાલ કાઢી નાખવી.
  • ત્યારબાદ તે છાલને ઠંડા પાણીથી ધોઈ નાખવી.
  • હવે એક તપેલીની અંદર પાણી ગરમ કરવા માટે રાખી દેવું અને તેની અંદર બટાકાની છાલ નાખીને 5-10 મિનિટ સુધી ધીમી આંચ ઉપર ઉકાળવું.
  • જયારે પાણી થોડું જાડું લાગવા લાગે ત્યારે ગેસ બંધ કરી લેવો.
  • પાણી ઠંડુ થઇ ગયા બાદ તેને એક બરણીની અંદર ભરી લેવું.
  • હવે તેની અંદર લવંડરનું તેલ, કાળા તલ અથવા તેનું તેલ, લવિંગ, કપૂરને તેમાં વાટી અને ભેળવી દેવું.
  • વધારે લાંબો સમય સુધી રાખવા માટે તેને થોડા થોડા દિવસે તડકો બતાવી દેવો.
Image Source

બટાકાની છાલનું હેયર પેક વાપરવાની રીત:
આ મિશ્રણને વાળની અંદર ધોઈને ભીના વાળમાં જ લગાવવું. તેને બંને હાથોમાં લઈને ધીમે ધીમે સ્કેલ્પ પર લગાવવું અને 5 મિનિટ સુધી મસાજ કરવા. ત્યારબાદ 1 કલાક માટે છોડી દેવું. ત્યારબાદ વાળને ફરીથી ધોઈ લેવા. આ રીતે થોડા મહિનાઓ સુધી આ નુસ્ખાનો પ્રયોગ કરવાના કારણે વાળ કાળા, લાંબા, અને સિલ્કી બની જશે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.