ખબર દિલધડક સ્ટોરી નારી વિશે

પોતાનું લોહી આપીને આ CRPFના જવાને બચાવ્યો એક મા અને તેના નવજાત બાળકનો જીવ….વાંચો પુરી સ્ટોરી

દેશના જવાન દિવસ-રાત ડયુટી કરીને આપણી સુરક્ષા કરે છે. પણ કેટલીક વાર ઓફ ડ્યુટીમાં પણ કેટલાક લોકોની મદદ કરે છે. આનું તાજું ઉદાહરણ કાશ્મીરમાં જોવા મળ્યું. જ્યાં 53 બટાલિયનના શૈલેષ ગોહિલે એક મા અને તેના નવજાત બાળકને નવું જીવન આપ્યું. સોશ્યિલ મીડિયા પર શૈલેષના આ સારા કામની લોકોએ ખુબ જ પ્રસંશા કરી.

આ ઘટના શ્રીનગરની છે. જ્યાં 25 વર્ષની મહિલાની ડિલિવરીના સમયે વધારે લોહી નીકળી જવાથી તેની હાલત બગડી ગઈ હતી. પરંતુ તે સમયે સીઆરપીફના 53 બટાલિયનના જવાન શૈલેષ ગોહિલે મહિલાની મદદ કરવાનો નક્કી કર્યું. તેમને મહિલાને પોતાનું લોહી આપ્યું. આ મહિલાનો પરિવાર શ્રીનગરના ગુલશન મહોલ્લામાં રહે છે. મહિલાને લોહી નીકળતું જોઈ પરિવારે સીઆરપીફને મદદગાર સેવામાં ફોન કર્યો.

Image Source

મદદગાર સીઆરપીફની તરફથી કાશ્મીર ઘાટીમાં ચલાવામાં આવતી મેડિકલ ઇમર્જન્સી હેલ્પલાઈન સર્વિસ છે. જેમાં ફોન કરવાથી નાગરિકને મદદ પહોંચાડવામાં આવે છે. જયારે સીઆરપીફ પાસે મદદ માંગી ત્યારે શૈલેષ ગોહિલે મહિલા અને તેના નવજાત બાળકને લોહીનું દાન કર્યું.

આ ઘટના વિશે સીઆરપીફના તરફથી ટ્વીટર હેન્ડલમાં પોસ્ટ કરવામાં આવી. આનું કેપ્શન હતું ‘લોહીના સંબંધો’. હેન્ડલ પર નવજાત બાળકનો અને સીઆરપીફના જવાનનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. સીઆરપીફે લખ્યું છે “તેમના લોહીએ એક મા અને એક બાળકની જાન બચાવી છે અને જીવન ભરનો સંબંધ બનાવી નાખ્યો છે.” આ ફોટો ટ્વીટર પર વાઇરલ થઇ ગયો છે અને લોકો આ જવાનને તાળીથી વધામણી આપે છે. કેટલાક લોકોએ આ જવાનનો આભાર વ્યક્ત કર્યો અને કેટલાક લોકો કહે છે કે ક્યારેય સંબંધની લોહીનો હોય કે છે તો ક્યારેક લોહીના લીધે સંબંધ બને છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks