આજના બદલાઈ રહેલા જમાનામાં ઘણા લોકો એવા છે જેઓ મહિલાઓને સન્માનની દ્રષ્ટિથી નથી જોતા. દરેક ક્ષેત્રમાં આગળ આવવા છતાં તેઓ મહિલાઓને પોતાનાથી નીચેનો દરજ્જો આપતા હોય છે અને જો મહિલા તેનાથી આગળ નીકળી જાય તો તે તેને ખુદથી પાછળ લાવવા માટેની દરેક સંભવ કોશિશ કરતા હોય છે. પણ આવા સમયમાં પણ અમુક લોકો એવા પણ હોય છે જેઓ મહિલાઓને ખુદથી ક્મ નથી સમજતા. તેઓને મહિલાઓની સફળતાથી ઈર્ષ્યા નથી થતી પણ તેઓને ગર્વ મહેસુસ થાય છે જ્યારે તેની બહેન, દીકરી કે પત્ની પણ પૈસા કમાતી હોય.

તેઓ પુરા સન્માન સાથે મહિલાઓને આગળ વધવા માટેની તકો આપતા હોય છે. તેઓના દરેક પગલે સાથે રહીને તેઓને પૂરો સહયોગ આપતા હોય છે. આપણા સમાજને આજે એવા જ સમજદાર અને ભણેલા-ગણેલા લોકોની જરૂર છે જે મહિલા અને પુરુષમાં અંતર નથી સમજતા. આજે અમે તમને એવા જ વ્યક્તિ વિશે વાત કરીશું કે જે એક મોટા પદ પર હોવા છતાં પણ સારું કામ કરવાથી ચુક્યા નથી. નહિતર તો આજકાલનાં સમયમાં પાવર આવી જવાથી લોકો ઈમાનદારી ભૂલી જતા હોય છે. પણ આ વ્યક્તિએ એક એવું કામ કર્યું છે જેના વખાણ દરેક વ્યક્તિ કરી રહ્યા છે.

ઉત્તરાખંડનાં બાગેશ્વર જીલ્લાનાં એક સરકારી સ્કુલમાં વિજ્ઞાનનાં શિક્ષકો ઓછા પડી રહ્યા હતા. જેના કારણે બાળકોને આ વિષયના અભ્યાસમાં સમસ્યા આવતી હતી. બાળકોની આ સમસ્યાને જોતા તેમણે આ વાત પોતાની પત્નીને જણાવી. બાળકોની સમસ્યા જાણીને તેમની પત્નીએ આ સમસ્યાનું સમાધાન કાઢવાનો નિર્ણય કરો. તેમની પત્નીએ ખુદ સ્કુલમાં બાળકોને વિજ્ઞાન ભણાવવાનો નિર્ણય કર્યો.

તમને જાણીને નવાઈ લાગશે કે અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે કોઈ સાધારણ વ્યક્તિ નથી પણ ત્યાના ડીએમ છે. પોતાના કામને લઈને ચર્ચાઓમાં રહેનારા ડીએમ મંગેશ ઘિલડિયાળ સાથે તેમની પત્ની ઉષાએ પણ સહયોગ આપ્યો છે. તેઓ બંને મળીને અહીંના સ્કૂલમાં ભણતા બાળકોના ઉદ્ધાર માટે કામો કરતા રહે છે. એવામાં એક વાર ડીએમએ આજકીય બાલિકા ઇન્ટરકોલેજનું નિરીક્ષણ કર્યું હતું, અહીં શિક્ષિકાઓની અછતને જોઈને અને વિદ્યાર્થીનીઓના દુઃખને જોઈને ખૂબ જ દુઃખી થયા. ઘરે આવીને તેમને આ વિષય પર પોતાની પત્ની સાથે ચર્ચા કરી.

તેમની પત્ની ઉષાએ આ વિધાર્થિનીઓના દુઃખને દૂર કરવા માટે ઇન્ટરકોલેજમાં ભણાવવાનું શરુ કર્યું હતું. વિના કોઈ સ્વાર્થે અને પગાર વિના તેઓ ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન ભણાવતા હતા. તેઓ રોજ વિદ્યાર્થીનીઓને 2થી અઢી કલાક ભણાવતા હતા. ઉષા પંતનગર કૃષિ વિદ્યાલયમાં સાયન્ટિસ્ટ રહી ચુક્યા છે. તેઓ પિતાના ખાલી સમયમાં બાળકોના ભવિષ્યને સુધારવામાં લાગેલી રહે છે. ડીએમ મંગેશ પણ ઘણીવાર શાળાઓમાં નિરીક્ષણ દરમ્યાન બાળકોને ભણાવતા હોય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સિવિલ સેવા 2011 માં મંગેશે ચોથા નંબરનો રેન્ક હાંસિલ કર્યો હતો. આટલો સારો રેન્ક હાસિલ કર્યા બાદ તેની પાસે બહાર જવાનો પણ મૌકો હતો પણ તેણે પોતાના દેશને પ્રથમ સ્થાન આપતા અહી જ રહીને લોકોની સેવા કરવાનું વિચાર્યું. આવા ઓફિસરોની આપણા દેશને ખુબ જ જરૂર છે અને આવા વિચાર રાખનારાઓને અમે સલામ કરીએ છીએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks