મનોરંજન

પોતાની સંપત્તિને દાન કરીને આ બોલીવુડનો સુપરસ્ટાર વિતાવી રહ્યો છે એક સામાન્ય માણસની જિંદગી

બોલિવૂડની ફિલ્મોમાં પોતાના જોરદાર અભિનયથી દરેકને પોતાના ચાહક બનાવી દેનાર અભિનેતા નાના પાટેકર હંમેશા ગરીબોની મદદ કરતા આવ્યા છે. ફિલ્મોમાં ભલે તે હીરોના પાત્રમાં હવે ખૂબ જ ઓછા જોવા મળે છે પણ તેઓ અસલ જીવનમાં કોઈ હીરોથી ઓછા નથી. નાના પાટેકર પોતાની કમાણીનો મોટો ભાગ જરૂરતમંદ લોકોને આપી દે છે. તેઓ પોતાની માતા સાથે 1 રૂમ, હોલ અને કિચનવાળા નાના ઘરમાં જ રહે છે. તેઓ બોલીવૂડના એક એવા હીરો છે કે જે લક્ઝરી સુવિધાઓવાળું જીવન છોડીને ખૂબ જ સાદાઈથી રહે છે.

Image Source

અભિનેતા નાના પાટેકરે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના ખેડૂતોને કહ્યું કે હવે પછી તેઓ આત્મહત્યા ન કરે, બસ તેમને (નાના પાટેકરને) ફોન કરે. નાના પાટેકરનું કહેવું છે કે તેમણે આર્થિક હાલતમાં આત્મહત્યા કરવાવાળા ખેડૂતોની 180 વિધવાઓને 15-15 હજાર રૂપિયાની મદદ કરેલી છે. પાટેકરે જણાવ્યું કે તેમણે પોતાનો નંબર સરકારી સંગઠનો અને ખેડૂતોને આપેલો છે જેથી તેઓ ગમે ત્યારે મદદ માંગી શકે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના આધારે વર્ષ 2014માં દેશભરમાં 12 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરેલી છે.

ખેડૂતોના મુદ્દાઓ પર નજર રાખવાવાળી ‘વિદર્ભ જન આંદોલન સમિતિ’ ના આંકડાના આધારે 20 મે 2014 થી 20 મે 2015 સુધી વિદર્ભમાં એક હજાર કરતા પણ વધારે ખેડૂતોએ આત્મહત્યા કરેલી છે. આ આંકડાના આધારે નાના પાટેકર કહે છે કે આત્મહત્યા કરવાવાળા ખેડૂતોના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ બની ચુકી છે.

Image Source

નાના પાટેકર પોતે એક ખેડૂત –

નાના પાટેકર અનુસાર, વરસાદ વચ્ચેના સમયમાં બંધ હોવાને લીધે ખેડૂતોને બીજી વખત બિયારણ વાવવું પડ્યું હતું, કેમકે પહેલા નાખેલા બિયારણનો પાક ઉગી શક્યો ન હતો. જેને લીધે તેમના પરિવાર પર ખુબ મોટી સમસ્યા આવી પડી હતી. માટે પાટેકરે જેટલું બની શકે તેટલી મદદ લોકોને કરવાની કોશીશ કરી હતી.

પાટેકરે ખેડૂતોને કહ્યું કે આત્મહત્યા ન કરો, તેવું કરતા પહેલા મને ફોન કરો. પાટેકર એક અભિનેતા હોવાની સાથે સાથે એક ખેડૂત પણ છે. માટે જ્યારે તે ફિલ્મો નથી કરતા ત્યારે તે ખેતીવાડીના કામમાં વ્યસ્ત રહે છે.

Image Source

એક ખેડૂત હોવાના લીધે તેમને ખેડૂતોનું દુઃખ ખુબ સારી રીતે દેખાય છે. માટે તે ખેડૂતોની મદદ તો કરે છે પણ તેને પોતાના દ્વારા કરેલો ઉપકાર બિલકુલ પણ નથી માનતા. તે કહે છે કે મને નથી લાગતું કે મેં કોઈ પર પણ ઉપકાર કર્યો છે, અને જો કર્યો છે તો તે ખુદ મારા પર. કેમ કે આ બધું જોઇને મને ખુબ તકલીફ પડે છે અને તે પોતાની આ તકલીફોને દુર કરવા માટે જ લોકોની મદદ કરે છે.

700 ખેડૂતોની મદદ –

પાટેકર કહે છે કે આજના સમયમાં ખેડૂતોને માત્ર બે જ વસ્તુ જોઈએ છે – પાણી અને વીજળી. જો આ બંને વસ્તુઓ તેઓને મળી જાય તો તેઓ કોઈની પાસે કઈ પણ નહિ માંગે. તેમણે જણાવ્યું કે હાલ તે સંપૂર્ણપણે નવરા છે.

Image Source

તેમનું કહેવું છે કે અનીજ બજ્મીની ફિલ્મ ‘વેલકમ બેક’ રીલીઝ થયા બાદ તે મરાઠવાડા, ખાનદેશ અને વિદર્ભના લગભગ 700 ખેડૂતોની મદદમાં લાગી ગયા હતા. પાટેકરે જણાવ્યું કે આત્મહત્યા કરવાવાળા ખેડૂતોમાં મુસ્લિમ ખેડૂતોની સંખ્યા વધારે છે. કેમ કે તેમના પવિત્ર ગ્રંથ કુરાનમાં આત્મહત્યાને પાપ ગણવામાં આવેલું છે, જેના ઈશ્વરના નિયમોની અવહેલના થાય છે. તેમને કહ્યું કે તેમને આ વિચાર ખુબ પસંદ આવ્યો અને તે ઈચ્છે છે કે ખેડૂતોને આ સમજવું જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિમાં હાર માની લેવાને બદલે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.