અજબગજબ

શા માટે ડોક્ટર રાત્રે લાશનું પોસ્ટમોર્ટમ નથી કરતા, હિમ્મત હોય તો જ વાંચજો

કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય તો તેનું મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હોય છે, પરંતુ પોસ્ટમોર્ટમ કરતા પહેલા સગા સંબંધીઓની પરવાનગી પણ લેવામાં આવે છે.  મૃત્યુના 6 થી 10 કલાકની અંદર પોસ્ટમોર્ટમ કરવું ફરજીયાત છે જો આ સમય દરમિયાન પોસ્ટમોર્ટમ કરવામાં ના આવે તો મૃત્યુના કારણોમાં પરિવર્તન આવી શકે છે. પરંતુ તમને ખબર છે કે પોસ્ટમોર્ટમ ક્યારેય રાત્રે નથી કરવામાં આવતું, જેની પાછળ પણ એક કારણ રહેલું છે.

Image Source

પોતાના પરિવાર જનના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમની રાહ જોઈ બેસી રહેલા પરિવારો માટે વિધાનસભામાં રાજેશ સોનકર દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો કે  “પોસ્ટ મોર્ટમ સાંજના 5 વાગ્યા સુધી જ કેમ કરવામાં આવે છે?” સરકાર પણ પોસ્ટમોર્ટમનો સમય 5 થી વધારીને રાત્રીના 8 વાગ્યા સુધી કરવા પર વિચાર કરી રહી છે.

Image Source

સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા સમય વધારાના પ્રશ્ન સામે સ્વાસ્થ્ય વિભાગ પાસે જવાબ માંગવામાં આવ્યો ત્યારે સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ કરતા ફોરેન્સિક વિભાગના ડોકટરો દ્વારા સાંજે 5 વાગ્યા પછી પોસ્ટમોર્ટમ કરવાના પ્રશ્નને નકારી કાઢવામાં આવ્યો હતો અને તેમના દ્વારા રાત્રે પોસ્ટમોર્ટમ ના કરવા માટેના કેટલાક કારણો પણ રજૂ કર્યા હતાં.

ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યું કે રાત્રે અંધારાના કારણે પોસ્ટમોર્ટમ ના થઇ શકે. એલ.ઇ.ડી., ટયુબલાઈટ, બલ્બ, કે સી.એફ.એલ. ના અજવાળામાં લાશ પર રહેલા વાગવાના નિશાન લાલ રંગ ના બદલે રીંગણી રંગના દેખાય છે અને ફોરેન્સિક વિજ્ઞાનમાં ક્યાંય પણ ઇજાના રીંગણી રંગનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.  જેનાથી કોર્ટમાં કેસ સાબિત કરવામાં પણ તકલીફ થઈ શકે છે. ઇજાના નિશાન અને રંગ પરથી પોસ્ટમોર્ટમ દ્વારા ઇજા કેટલા સમય પહેલા થઈ છે તે જાણી શકાય છે.

Image Source

કેટલાક લોકો એને ધાર્મિક માન્યતા સાથે પણ જોડી રહ્યા છે, રાત્રે ક્યારેય અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી એમ જ રાત્રે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવતું નથી એમ ઘણા લોકોનું માનવું છે.