ખબર

વિચિત્ર પોસ્ટમેન: લોકોને ચિઠ્ઠીઓ આપતો ન હતો, ઘરમાંથી મળ્યા 24,000 પત્ર, કારણ જાણશો તો ચોંકશો

એક પોસ્ટમેન કે ટપાલીનું કામ એ હોય છે કે તે ટપાલપત્રને લોકોના ઘર સુધી પહોંચાડે, પણ જાપાનમાં એક એવો પોસ્ટમેન છે જેણે પોતાના વિચિત્ર કારનામાથી લોકોને હેરાનીમાં મૂકી દીધા છે. લાંબા સમયથી આ પોસ્ટમેન લોકોના ટપાલપત્રને તેના ઘર સુધી ન પહોંચાડવાનો બદલે પોતાના ઘરે રાખી લેતો હતો. હૈરાનીની વાત એ પણ છે કે પોસ્ટ ઑફિસના અધિકારીઓને આ વાતની જાણ પોસ્ટમેનના રિટાયર થયા પછી થઇ હતી. એવામાં અધિકારોએ લોકોને કહ્યું કે તેઓ જલ્દી જ દરેક ટપાલપત્રોને સાચી જગ્યા પર પહોંચાડી દેશે.

Image Source

શું છે પુરી બાબત:
આ ઘટના જાપાનના કાનાગાવાની છે, જ્યા મુખ્ય પોસ્ટમૅનના પદ પર કાર્યરત એક વ્યક્તિએ આગળના 16 વર્ષોથી 24,000 ટપાલ પત્રોને લોકો સુધી પહોંચાડી જ ન હતી. ઘટના ત્યારે સામી આવી જ્યારે લોકોએ પોતાના ટપાલપત્રો ન મળવા પર ફરિયાદ નોંધાવી હતી. એવામાં જાંચ દ્વારા આ 61 વર્ષના પોસ્ટમૅનની પોલ ખુલી હતી. જાંચ દ્વારા તેના ઘરમાંથી 24,000 થી પણ વધારે પત્રો મળી આવ્યા હતા.

Image Source

આખરે પોસ્ટમેને આવું તે શા માટે કર્યું?:
જાપન પોલીસે જણાવ્યું જે, તે પોસ્ટ ઓફિસમાંથી ચિઠ્ઠીઓ લઈને નીકળતો હતો, પણ તેને સાચી જગ્યાએ ડિલિવર કરવાને બદલે પોતાના જ ઘરે રાખી દેતો હતો. પોસ્ટમૅનના આધારે, તેના પર ટપાલપત્રોની ડિલિવરી કરવા પર દબાવ હતો, પણ તે પોતાના કામમાં પોતાના જુનિયર્સ કરતા નીચો દેખાવા પણ માંગતો ન હતો. એવામાં અંતે ઓફિસમાંથી વધુમાંવધુ ટપાલપત્રો લઈને નીકળતો હતો અને પોતાના જ ઘરે રાખી દેતો હતો.

Image Source

મળેલી જાણકારીના આધારે ફેબ્રુઆરી 2017થી લઈને નવેમ્બર 2019 ની વચ્ચે 1000 પત્રોની ગડબડી સામે આવી. જેના પછી પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી. જાંચમાં ખુલાસો થયો કે પોસ્ટમેને આગળના ઘણા સમયથી પત્રોને પોતાના ઘરે રાખ્યા હતા. કાનૂન વિશેષજ્ઞોના આધારે જો પોસ્ટમૅનના આરોપો સાબિત થઇ જાય તો તેને 3 લાખ થી વધારે દંડ અને 3 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ