ખબર

શું તમે પણ પોસ્ટ ઓફિસમાં પૈસા મુકો છો ? તો જાણી લો આ નવો નિયમ, પૈસા જમા કરાવવા અને કાઢવા ઉપર પણ આપવો પડશે આટલો ચાર્જ

1 એપ્રિલ 2021થી નવા નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆત થઇ ચુકી છે. આ દરમિયાન નવા નાણાકીય વર્ષની અંદર ઘણા બધા નિયમો બદલાઈ ચુક્યા છે. આ બદલાયેલા નિયમોના કારણે તમારા ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ કન્ડિશન ઉપર પણ તેની અસર પાડવાની છે.

Image Source

પોસ્ટ ઓફિસ દ્વારા પણ હવે જમા અને નિકાસ સંબંધી નિયમોમાં બદલાવ કરી દીધા છે. બદલાયેલા નિયમો પ્રમાણે હવે જમા અને નિકાસની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. લિમિટથી વધારે નિકાસ અને જમા કરાવવા ઉપર દરેક ટ્રાન્જેક્શન ઉપર હવે ચાર્જ કપાશે.

Image Source

જો પોસ્ટ ઓફિસની અંદર તમારું બેઝિક સેવિંગ એકાઉન્ટ છે તો દર મહિને ચાર વખર નિકાસ મફતમાં થઇ શકશે. ત્યારબાદ દરેક ટ્રાન્જેક્શનના મિનિમમ 25 રૂપિયા અથવા વેલ્યુના 0.50 ટકા ચાર્જના રૂપમાં કપાશે. બેઝિક સેવિંગ એકાઉન્ટમાં જમા કરવા ઉપર કોઈ ચાર્જ નહિ કપાય.

Image Source

જો તમારું કરંટ એકાઉન્ટ છે તો એક મહિનામાં 25000 હજાર સુધી નિકાસ ફ્રી છે. લિમિટ ક્રોસ કર્યા બાદ વેલ્યુના 0.50 ટકા કે પછી ઓછામાં ઓછા 25 રૂપિયા દરેક ટ્રાન્જેક્શનના ચૂકવવા પડશે. કરંટ એકાઉન્ટમાં જમા કરવા માટેની પણ લિમિટ છે. આ એકાઉન્ટમાં દર મહિને તમે 10 હજાર સુધી ફ્રીમાં જમા કરાવી શકો છો. તેનાથી વધારે જમા કરાવવા ઉપર વેલ્યુના 0.50 ટકા કે પછી ઓછામાં ઓછા 25 રૂપિયા દરેક ટ્રાન્જેક્શનના ચૂકવવા પડશે.

Image Source

આધાર આધારિત AEPS ટ્રાન્જેક્શનની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનાના નેટવર્ક ઉપર ગમે તેટલું ટ્રાન્જેક્શન કરશો ફ્રી છે. નોન આઈપીપીબી નેટવર્ક ઉપર એક મહિનામાં ત્રણ ટ્રાન્જેક્શન ફ્રી છે. જેમાં કેશ જમા કરાવવા, નિકાસ કરવ અને મીની સ્ટેટમેન્ટ કાઢવું પણ સામેલ છે. ત્યારબાદના ટ્રાન્જેક્શન ઉપર ચાર્જ કપાશે.  ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ કેશ જમા કરવા ઉપર બધા જ ટ્રાન્જેક્શન ઉપર 20 રૂપિયા લાગશે. નિકાસ ઉપર પણ એક ટ્રાન્જેક્શનના 20 રૂપિયા ચાર્જ હશે.

Image Source

આ ઉપરાંત મીની સ્ટેટમેન્ટ કાઢવા ઉપર પણ 5 રૂપિયા ચાર્જ રહેશે. ફ્રી લિમિટ બાદ ફંડ ટ્રાન્સફર કરવા ઉપર ટ્રાન્જેક્શન ચાર્જ ટ્રાન્જેક્શન એમાઉન્ટના 1 ટકા, મેક્સિમમ 20 રૂપિયા મિનિમમ 1 રૂપિયા હશે.

Image Source

ઉપર જેટલા પણ ચાર્જ જણાવવામાં આવ્યા છે તેમાં જીએસટી સામેલ નથી. તે અલગથી લાગશે. ઇન્ડિયા પૌષ્ષ્ટ તરફથી એક માર્ચથી આ નિતીફીકેશન જારી કરવાં આવ્યું હતું. ગ્રાહકોને તેની સૂચના મેસેજ દ્વારા આપી દેવામાં આવી છે.