CDS બિપિન રાવતના નિધન ઉપર ફેસબુક ઉપર વિવાદિત પોસ્ટ કરવી અમરેલીના યુવાનને ભારે પડી, અન્ય એક યુવાન પણ ભદ્દી પોસ્ટ કરીને મુકાયો મુશ્કેલીમાં

બુધવારના રોજ એક ખુબ જ દુઃખદ ઘટના ઘટી જેના કારણે આખો દેશ હમચચી ઉઠ્યો. ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલીકૉપ્ટર તામિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. જેમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકોના નિધન થયા.

જ્યાં એક તરફ આખો દેશ આ દુર્ઘટનામાં નિધન થયેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, સીડીએસ બિપિન રાવતની તસવીરો પોસ્ટ કરી અને તેમને અશ્રુભેર વિદાય આપી રહ્યા હતા ત્યારે અમરેલીના એક વ્યક્તિએ ફેસબુકમાં બિપિન રાવત ઉપર વિવાદિત પોસ્ટ કરી હતી, તેને તેના ફેસબુક ઉપર વાંધાજનક લખાણ લખ્યું હતું.જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના 44 વર્ષીય શિવા આહિર નામના શખ્સે જનરલ બિપિન રાવત સાથે ઘટેલી હેલિકોપ્ટર દુર્ઘટના પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ ગત રાત્રે જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો હતો. પોતાના ફેસબુક પેજ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરનારા આ વ્યક્તિની અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે ધરપકડ પણ કરી લીધી.

આ ઉપરાંત રાજસ્થાનમાં રહેતા જવાદ ખાનનામના એક યુવક સીડીએસ બિપિન રાવતના નિધનને લઈને લખ્યું હતું, “જહન્નમમાં જતા પહેલા જ જીવતો સળગી ગયો.” જવાદ ખાને ન માત્ર મર્યાદાની સીમાઓ પાર કરી પરંતુ તેને લોકોની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી. એવામાં જયારે તેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી તો રાજસ્થાનના ભાજપના નેતા લક્ષ્મીકાંત ભારદ્વાજે ટ્વીટ કરીને રાજસ્થાનની ટોંક પોલીસને ટેગ કરીને લખ્યું કે આ જાહિલ જાનવર જવાદ ખાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

લક્ષ્મીકાન્તના આ ટ્વીટ બાદ ટોંક પોલીસ સક્રિય થઇ ગઈ અને જવાદ ખાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ, રાજસ્થાનની ટોંક પોલીસ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી કે ટોંક પોલીસ દ્વારા ઉપરોક્ત ટિપ્પણી કરનાર સામે તુરંત કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Niraj Patel