જ્યોતિષ શાસ્ત્ર

આ અઠવાડિયામાં આ 3 રાશિના લોકોનું બદલાઈ જશે ભાગ્ય, ક્યાંક તમારી રાશિ તો નથી ને

આ અઠવાડિયામાં આ ત્રણ રાશિના લોકોની કુંડળીમાં ખુબ જ શુભ યોગ બની રહ્યા છે, જેને લીધે તેઓનુ ભાગ્ય ચમકવાથી કોઈ રોકી નહિ શકે. જ્યોતિષશાસ્ત્રના આધારે આ અઠવાડિયામાં આજથી લઈને 22 માર્ચ સુધી મિથુન,સિંહ અને કુંભ રાશિના લોકોની કુંડળીના ગ્રહ તેઓના જીવનને બદલી નાખશે. આવો તો જાણીએ આ ત્રણે રાશિઓમાં કેવા કેવા બદલાવો આવવાના છે.

Image Source

1. મિથુન રાશિ:
મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્રના આધારે બુધ ગ્રહ બુદ્ધિ અને મગજનો કાર માનવામાં આવે છે. આ અઠવાડિયામાં મિથુન રાશિના લોકોની કુંડળીમાં બુધ ગ્રહ ઉચ્ચ, પોતાની જ રાશિના શુભ ભાગ્યમાં બેસેલો છે જેને લીધે આ રાશિના લોકો પર ધનવાન બનવાનો મહાયોગ બની રહ્યો છે. મિથુન રાશિના લોકોએ આ અઠવાડિયે ઉગતા સૂર્યની સામે દરેક રોજ अर्घ्य ऊँ सूर्याय नमः મંત્રની જાપ ચોક્કસ કરવો જોઈએ.

Image Source

2. સિંહ રાશિ:
સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહને માનવામાં આવે છે અને જ્યોતિષોના આધારે સૂર્યને પણ દરેક ગ્રહોમાં મુખ્ય અને સૌથી તાકાતવર માનવામાં આવે છે. આ રાશિના લોકોની કુંડળીમાં સૂર્ય ગ્રહ પોતાની રાશિના શુભ ભાગ્યમાં બેઠેલો છે. માટે આ રાશિના લોકોને સમાજમાં યશ, કીર્તિ અને ભરપૂર પ્રતિષ્ઠા મળવામાં યોગ બની રહ્યા છે. આ અઠવાડિયે આ રાશિના લોકોને અચાનક જ ધન પ્રાપ્તિ થઇ શકે તેમ છે.

Image Source

3. કુંભ રાશિ:
કુંભ રાશિનો સ્વામી શનિ ગ્રહ છે, શનિદેવને ગ્રહોમાં ન્યાયાધીશની ઉપાધિ મળેલી છે. શનિ ગ્રહ આ અઠવાડિયે કુંભ રાશિની કુંડળીમાં ઉચ્ચ ભાવમાં બેઠેલા છે. જ્યારે શનિ ઉચ્ચમાં બેઠેલા હોય તો લોકોને જીવનમાં ધન, માન-સન્માનની અચાનક જ પ્રાપ્તિ થાય છે. કુંભ રાશિના લોકોને આ આઠવાડિયે પીપળાના ઝાડની નીચે રાઈના તેલનો દીવો ચોક્કસ કરવો જોઈએ. આવું કરવાથી એકસાથે અનેક કામનાઓની પૂર્તિ થવા લાગશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.