ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

આજે પોષી પૂર્ણિમા, નડીઆદના સંતરામ મંદિરમાં આજે ઉછારવામાં આવશે હજારો મણ બોર, વાંચો શું છે તેની પાછળનું માહાત્મ્ય

પોષી પૂર્ણિમાનું એક ખાસ મહત્વ રહેલું છે, આજરોજ વહેલી સવારથી જ નડીઆદના સંતરામ મંદિર ખાતે મેળા જેવું વાતાવરણ સર્જાયેલું રહેશે, આજે હજારો ભક્તો મંદિરના પરિસરમાં આવીને બોરની ઉછામણી કરવાના છે. તેની પાછળ પણ એક ધાર્મિક મહત્વ રહેલું છે. શું છે આ ધાર્મિક મહત્વ ચાલો જાણીએ..

Image Source

ના બોલતા કે તોતડું બોલતા બાળકો થાય છે બોલતા:
આ મંદિરમાં આજના દિવસે ખાસ બોર ઉછાળવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, ભક્તોની સંતરામ મંદિરમાં એક આસ્થા એવી રહેલી છે કે પોષી પૂનમના દિવસે મંદિરમાં આવી બોર ઉછાળવાની માનતા રાખવામાં આવે તો ના બોલતું બાળક પણ બોલતું થઇ જાય છે અને જો કોઈ બાળક તોતડું બોલતું હોય તો તે પણ વ્યવસ્થિત કડકડાટ બોલતું પણ થઇ જાય છે, મોટાભાગના શ્રદ્ધાળુઓની આ માનતા સાચી પણ પાડવાના ઉદાહરણો સામે આવે છે જેના કારણે દર વર્ષે પોષી પૂનમના દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામે છે અને દુરદુરથી શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના ગામોના ભાવિક ભક્તો આજે મંદિરના પરિસરમાં સવારથી જ ભેગા થઈને બોર ઉછળતા હોય છે.

Image Source

ગઈકાલે સાંજથી જ મંદિરની બહાર બોર વેચવાવાળાની સંખ્યામાં વધારો થઇ જાય છે, વેપારીઓ પાથરણા અને લારીઓમાં જથ્થાબંધ બોર લાવીને આગળના દિવસે સાંજથી જ પોતાની જગ્યા નક્કી પણ કરી લેતા હોય છે, આ દિવસે બોરના ભાવમાં પણ સામાન્ય દિવસ કરતા ખાસ્સો એવો વધારો જોવા મળે છે, છતાં પણ શ્રદ્ધા આગળ કિંમતનું કોઈ મહત્વ નથી હોતું તેમ આજના દિવસે ભક્તો બોર ખરીદી અને ઉછળતા હોય છે.

Image Source

સંતરામ મંદિર, નડીઆદમાં ખાસ આજના દિવસે કેટલાક ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, મંદિર તરફથી ભક્તોને અગવડ ના પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. સંતરામ મંદિરમાં ભક્તોને ઘણી જ શ્રદ્ધા છે માટે આ દિવસે ભક્તો દુરદુરથી આવી અને પોતાની માનતાઓ પૂર્ણ કરતા હોય છે. આસપાસના ગામોમાં પણ સંતરામ મંદિરનું મહત્વ વધારે રહેલું છે.

Image Source

આ એક શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, ના માનનારા આ બાબતોને અંધશ્રદ્ધા પણ માનતા હશે પરંતુ જેને નજરે જોયું છે, અનુભવ્યું છે, જેની માનતાઓ ફળી છે તે લોકોને તો અપાર શ્રદ્ધા છે, વર્ષોથી ચાલ્યા આવતા આ આસ્થાના પર્વમાં આજે પણ હજારો ભક્તો આવીને પોતાની મનોકામના પૂર્ણ થયાનો સંતોષ માણે છે.

Image Source

જય મહારાજ !!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.