ખરીદી લો બસ 2,500 રૂપિયાનું આ મીની AC, પંખા કરતા ઓછું બિલ આવશે

ખુશખબરી: ફક્ત 2,500 રૂપિયામાં મળી રહ્યું છે મીની AC, કિચનમાં કે બેડરૂમમાં મૂકીને ઠંડી હવા લો….

ઠંડી હવે જઇ ચૂકી છે અને ધીમે ધીમે ગરમી વધી રહી છે. લોકો કુલર અને એસીની સર્વિસ પણ કરાવવા લાગ્યા છે. માર્કેટમાં અનેક પ્રકારના AC પણ આવી ગયા છે. પોર્ટેબલ કૂલર અથવા એસીની પણ છેલ્લા વર્ષોમાં માંગ વધી છે. ધીમે ધીમે ગરમી વધવા લાગતા લોકોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કેટલાક લોકો ગરમી દૂર કરવા માટે એસીનો ઉપયોગ કરે છે, જ્યારે ઘણા લોકો ઓછા બજેટને કારણે કુલર અથવા પંખાથી કામ કરે ચલાવી લે છે.

એક ACની કિંમત સામાન્ય રીતે 15,000 રૂપિયાથી વધુ હોય છે. પણ આજે અમે તમને એક મિની એસી વિશે જણાવીશું જે એકદમ સસ્તું છે. પોર્ટેબલ મિની એર કંડિશનર નાના કદમાં આવે છે અને તેને તમે ઇચ્છો ત્યાં લઇ જઇ શકાય છે. આ AC 500ml પાણીની ટાંકી સાથે આવે છે. આ મીની એસી વડે ઠંડી હવા ગમે ત્યાં માણી શકાય છે. તમને જરૂર હોય ત્યાં તમે આ મિની AC રાખી શકો છો.

તમે રસોઇ બનાવતી વખતે રસોડામાં અને પછી આરામ કરતી વખતે બેડરૂમમાં પણ તેને લઇ જઇ શકો છે. આનો ઉપયોગ ઘર અથવા ઓફિસ તેમજ ગેરેજ, અથવા કોઇ પણ અન્ય જગ્યાએ પણ થઇ શકે છે. તે મુસાફરી માટે પણ આરામદાયક છે. આ મિની એસી એમેઝોન કે પછી ફ્લિપકાર્ટ પરથી તમે 2000થી 2500 સુધીમાં ખરીદી શકો છે. પાણી સિવાય તમે ડ્રાય આઈસનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે તે વીજળીથી ચાલતું નથી.

તમે તેને ચાર્જ કરીને ચલાવી શકો છો. તેને 3 થી 5 કલાક સુધી ચલાવી શકાય છે. તેમાં ત્રણ મોડ્સ (લો, મીડિયા અને હાઈ) ઉપલબ્ધ છે.જો તમે આ ઉનાળામાં એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ ઓછા બજેટને કારણે તમે કેવી રીતે ખરીદશો તેના ટેન્શનમાં છો, તો આજે જ જાવ ઓનલાઇન સાઇટ્સ પર અને તમારુ મનપસંદનું મિની AC ખરીદો.

Shah Jina