ખુશખબરી : હવે ACને ના દીવાલ ઉપર ટીંગાળવાની ઝંઝટ, ના ફિટ કરવાની કોઈ સમસ્યા, બજારમાં આવી ગયું પ્રોટેબલ એસી, જાણો કિંમત અને ફીચર્સ

વાહ…બજારમાં આવી ગયું છે એવી એસી જેને તમે ગમે ત્યાં લઈને ફરી શકશો, ભાવ જાણીને લેવા દોડશો

આજે મોટાભાગના લોકોને એસીમાં રહેવાની આદત પડી ગઈ છે. કારણ કે ગરમીનો પારો પણ એવો વધી જાય છે કે સહન જ ના થઇ શકે, ઘણા લોકો આખો દિવસ ઓફિસની અંદર એસીમાં જ કામ કરતા હોય છે જેના કારણે ઘરમાં પણ એસી વગર તેમને નથી ચાલતું, તો ઘણા બાળકોને પણ એસીમાં રહેવાની આદત પડી જાય છે. પરંતુ ઘણીવાર ભાડાના ઘરમાં રહેવાના કારણે અથવા તો ઘણા સ્ટુડન્ટ બહાર ભણતા હોવાના કારણે એસી નથી ખરીદી શકતા.

પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે બજારની અંદર એવું એસી આવી ગયું છે જે તમને આ બધામાં ખુબ જ કારગર સાબિત થશે. આ એસી ફિટ કરવા માટે તમારે ના દીવાલમાં કાણા પડાવવા પડશે, ના તો કોઈ બીજી ઝંઝટ રહેશે, બજારની અંદર હવે પોર્ટેબલ એસી ઉપલબ્ધ છે જેને તમે ગમે ત્યાં લઇ જઈ શકો એ પછી બાથરૂમ હોય કે રસોડું કે પછી તમારો બેડરૂમ. જો તમે ઘર પણ બદલો છો તો સરળતાથી જ તેને ટ્રાન્સફર કરી શકો છો.

બજારની અંદર ઘણી કંપનીઓ દ્વારા પોર્ટેબલ એસી લોન્ચ કરવામાં આવ્યા છે. આ એસીની અંદર તમને વ્હીલ આપવામાં આવ્યા છે જેના કારણે તમે તેને ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકો છો. આ ઉપરાંત નિર્મલ એસીની જેમ જ આ એસી પણ રીમોર્ટથી ઓપરેટ થઇ શકે છે. આ એસીને તમે ઓનલાઇન ઈ કોર્મસ વેબસાઈટ ઉપરથી ડીસકાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો.

વાત કરીએ પોર્ટેબલ એસીની કિંમતની તો. બજારમાં અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ઓનલાઇન શોપિંગ સાઈટ ઉપર તમે ડિસ્કાઉન્ટ સાથે આ પોર્ટેબલ એસીને 22,777 થી લઈને 37,990 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો. 1.5 ટનનું આ એસી 170 સ્કવેર ફૂટ એરિયાને ઠંડુ કરવામાં સક્ષમ છે.

Niraj Patel