પેટ્રોલ પંપ પર કારમાં બેસી પેટ્રોલ ભરાવી રહી હતી આ છોકરી, પાછળથી આવ્યો છોકરો અને લગાવી દીધી આગ- જુઓ વીડિયો

પોર્શ કાર એ મોંઘી કારમાંની એક છે જેના ઘણા ચાહકો છે. આ કારના ચાહકોની કોઈ કમી નથી. લોકોનું સપનું હશે કે તેઓ એકવાર પોર્શ કાર એકવાર ખરીદે કે પછી તેમાં મુસાફરી કરે.ઘણીવાર આપણે આપણી આસપાસ કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જેનાથી આપણે બિલકુલ અજાણ હોઇએ છીએ. પરંતુ આપણી સામેના લોકો આગળ વધીને મદદ કરવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

હાલ પોર્શ કારનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં પોર્શ કાર પેટ્રોલ પંપ પર હતી. કારમાં પેટ્રોલ ભરાઈ રહ્યું હતું. ત્યારે પાછળથી એક અજાણ્યો શખ્સ આવ્યો અને કારને આગ લગાવી દીધી. સેકન્ડોમાં જ કાર સળગવા લાગી. રિપોર્ટ્સ અનુસાર આ ઘટના દક્ષિણ ચીનના એક પેટ્રોલ સ્ટેશનની જણાવવામાં આવી રહી છે. પોર્શ કારમાં એટલી ઝડપથી આગ લાગી કે આસપાસ ઉભેલા લોકોને વિચારવાનો પણ સમય ન મળ્યો. પોર્શ કારમાં બેઠેલી મહિલા પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર આવી હતી, પરંતુ તેને ખબર નહોતી કે આવી કોઇ ઘટના બની જશે. અચાનક એક વ્યક્તિ પેટ્રોલ પંપ પર આવ્યો અને કારની પેટ્રોલ ટાંકીમાંથી પાઇપ કાઢીને આગ લગાવી દીધી.

ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક મહિલા પોર્શ કાર લઈને પેટ્રોલ પંપ પર આવી હોય છે અને તે કારમાં જ બેસેલી હોય છે અને તે પેટ્રોલ પંપના કર્મચારીઓને પેટ્રોલ નાખવાનું કહે છે. પંપના કર્મચારીએ કારની ટાંકીમાં પેટ્રોલનો પાઈપ નાખ્યો હોય છે અને તેથોડે દૂર જાય છે. ત્યારે અચાનક પાછળથી એક વ્યક્તિ આવે છે અને તેણે કારમાંથી પાઇપ બહાર કાઢી પોતાની પાસે રાખેલા લાઈટરથી કારની ટાંકીને આગ લગાવી દે છે. થોડી જ સેકન્ડમાં કારમાં આગ લાગી જાય છે અને કાર ભડભડ બળવા લાગે છે.

આ ઘટનાથી કારમાં બેઠેલી મહિલા સાવ અજાણ હતી. જ્યારે કારમાં આગ લાગી, ત્યારે પંપના કેટલાક કર્મચારીઓ તેને બુજાવવા આવ્યા, જ્યારે એક વ્યક્તિએ પહેલા મહિલાને કારમાંથી બહાર કાઢી અને તેને ત્યાંથી જવાનું કહ્યું. પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓએ હિંમત દાખવી અને ત્યારબાદ અગ્નિશામક યંત્રની મદદથી આગને કાબુમાં લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

આ વીડિયો @ChaudharyParvez દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘મહિલા ચીનમાં પેટ્રોલ સ્ટેશન પર બેઠી કે તરત જ એક વ્યક્તિએ Porscheમાં આગ લગાવી દીધી. આગ લગાડનાર વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina