પોરબંદરના યુવકે ઓનલાઈન જે દુલ્હન શોધી તે તો નીકળી ડોન ! ગુગલમાં સર્ચ કર્યુ અને પછી જે માહિતી સામે આવી તે જોઇ તો પગ નીચેથી જમીન જ સરકી ગઇ

ઓનલાઇન બૈરી શોધનારા સાવધાન: નવા નવા લગ્ન થયા, પત્ની રીટાને પોલીસ પકડી ગઈ, મોટા મોટા કાંડ બહાર આવ્યા, બિચારો પતિ બરોબરનો ભરાયો- જાણો આખી કહાની

આજ કાલ તો જમાનો ઘણો આગળ વધી ગયો છે, કોઇ પણ વસ્તુઓ ઓનલાઇન મળી જાય છે અને હવે તો દુલ્હા-દુલ્હન પણ ઓનલાઇન પસંદ કરી શકાય છે. ત્યારે ડિજિટલયુગમાં ઘણા લોકો જીવનસાથીની પસંદગી માટે મેટ્રોમોનિયલ વેબસાઈટનો ઉપયોગ કરે છે, પણ ઘણીવાર આવી રીતે લગ્ન કરવા ભારે પણ પડી જતા હોય છે. ઓનલાઇન જીવનસાથી શોધીને ઘણા લોકો રંગેચંગે લગ્ન કરે છે પણ જ્યારે બેમાંથી કોઇ એક એવું નીકળે કે જેની હકિકત લગ્ન બાદ ખબર પડે તો તે જાણી તો પગ નીચેથી જમીન જ સરકી જાય છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ઓનલાઇન મુરતિયો કે પછી કન્યા શોધવી ભારે પડી હોય.ત્યારે જો તમને એવું ખબર પડે કે તમે તમારી દુલ્હન જે ઓનલાઇન મેટ્રોમોનિયલ સાઇટથી શોધી હતી અને તે કોઈ સામાન્ય ગૃહિણી નહીં, પણ લેડી ડોન છે તો ? ચોંકી ગયા ને…

આવી જ એક ઘટના પોરબંદરના એક યુવક સાથે બની છે. પોરબંદરના એક યુવકે મેટ્રોમોનિયલ એપથી તેની જીવનસાથી પસંદ કરી હતી પણ તે દુલ્હન 5 હજાર કારની ચોરી, હત્યા અને સ્મગ્લિંગ જેવા ગુનાના આરોપીની પત્ની નીકળી અને સાથે આ મહિલા પતિ સાથેના કેસોમાં સહઆરોપી પણ છે. તો ચાલો જાણીએ સમગ્ર કિસ્સો.પોરબંદરનો વિમલ કારિયા શાકમાર્કેટમાં વેપાર કરે છે અને તેના લગ્ન બાકી હોવાને કારણે તેણે લગ્ન માટે શાદી ડોટ કોમ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી અને અહીં તે આસામના ગુવાહાટીની યુવતી રીટા દાસના સંપર્કમાં આવ્યો. રીટાએ તેની પ્રોફાઈલમાં ડિવોર્સી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

યુવકે લગ્ન અગાઉ રીટા પાસેથી ડિવોર્સના પુરાવા માંગ્યા હતા અને રીટાએ તે આપવા ગલ્લાતલ્લા પણ કર્યા હતા. તેણે કહ્યુ હતું કે તેના બાળલગ્ન થયા હોવાથી તેની પાસે સર્ટિફિકેટ નથી. બાદમાં રીટાએ યુવકને લગ્ન માટે તૈયાર કર્યો.રીટાએ કહ્યુ હતુ કે તે પોતે ગરીબ છે અને તેણે પોતાને આધ્યાત્મિક વ્યક્તિ પણ ગણાવી. શરૂઆતમાં તો એક મહિના સુધી બંનેએ ફોન પર વાતચીત કરી અને પછી અમદાવાદમાં મુલાકાત કરી. તે બાદ પોરબંદરનો યુવક લગ્ન કરવા તૈયાર થયો અને લગ્ન માટે રીટા અમદાવાદ યુવકને મળવા આવી ત્યારે તેણે જણાવ્યુ કે, તે ગરીબ પરિવારમાંથી છે અને તેના ભાઈ-ભાભી મજૂરીકામ કરે છે.

Image source

આ ઉપરાંત તેની માતા પણ સતત બીમાર રહે છે, તેથી કોઈ મારી સાથે આવ્યુ નથી. યુવક અને રીટાએ મુલાકાતના એક અઠવાડિયા બાદ હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા પણ છ મહિના બાદ એવુ એવુ બન્યુ કે તેને પત્ની રીટા વિશે શંકા થવા લાગી અને પોતાને ગરીબ કહેતી રીટા હજારો રૂપિયાની કોસ્મેટિક વાપરતી હતી.તે કપડા-ચપ્પલની ખરીદી પણ 2-3 હજારથી ઓછાની નહોતી કરતી અને ફરવા જાય તો પણ એસી ટ્રેનમાં કે એસી કારમાં બેસવાની જીદ કરે અને નોનવેજ ખાવાની માગ કરી. જો કે, યુવકનો પરિવાર વૈષ્ણવ હોવાથી તેઓ નોનવેજની માંગણી પૂરી ન કરી શક્યા. એવામાં એકવાર યુવકે રીટાનો ફોન જોયો તો તે ચોંકી ગયો અને તેના અન્ય પુરુષ સાથે કપલની જેમ ફોટો હતા.

રીટાનો પહેલો પતિ

જો કે, રીટા તો બિયર પીતી હોવાનો પણ ખુલાસો થયો હતો. ત્યારે એક પછી એક રીટાના રાઝ ખૂલતા યુલક ચોંકી ગયો અને આ વચ્ચે એક દિવસે રીટાએ આસામ જવાની વાત કરી હતી. તેણે પતિને કહ્યું કે, તેનો આસામમાં જમીનનો કેસ ચાલે છે અને તેથી તેેને જવુ પડશે.તેણે પતિનું એટીએમ કાર્ડ, 5 હજાર રોકડા અને એક મોબાઈલ લઈ લીધો અને આસામ ચાલી ગઈ. પણ આસામ ગયા પછી તેણે ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને ત્યારે 30 માર્ચ 2022ના રોજ તેની અટકાયત થઈ હોવાના સમાચાર આવ્યા. તે બાદ કોઈ વકીલનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે રીટાની અટકાયત થઈ છે. યુવકને તો પહેલા લાગ્યુ કે જમીન કે કોઈ કેસ હશે.

રીટાનો પહેલો પતિ

પણ થયું રીટા કોઈ કેસમાં ઇનવોલ્વ્ડ નથી અને રીટાનું ચાર્જશીટમાં નામ પણ નથી તે જામીન પર મુક્ત થઈ જશે. આવું કહી ઓનલાઈન પૈસા મગાવ્યા અને યુવકે કટકે કટકે એક લાખ રૂપિયા પણ મોકલ્યા.જામીન પર મુક્ત થયા બાદ તેના વકીલને મેં કહ્યું કે જો રીટા કોઈ કેસમાં સામેલ નથી અને ચાર્જશીટમાં તેનું નામ નથી તો એક લાખ રૂપિયા ખર્ચ કેમ થયો, મેં હિસાબ માગતાં વકીલે કોર્ટના કાગળો મોકલ્યા હતા. જોકે, કાગળ ઇંગ્લિશમાં હોવાથી તેને વાંચતા આવડતુ નહોતુ અને બીજા પાસૈ વંચાવતા ખબર પડી કે રીટા દાસનું સાચું નામ રીટા ચૌહાણ છે અને તે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Image source

તેના પર અનેક કેસ દર્જ છે, જેમાં ચોરી, લૂંટફાટ, આર્મ્સ કેસ, ગેંડાનો શિકાર, સ્મગલિંગ સામેલ છે. તે પછી તેણે ગૂગલ સર્ચ કર્યું તો રીટા ચૌહાણ ઈન્ટરનેશનલ કાર ચોરની પત્ની નીકળી, આ જાણી તો તેના હોંશ જ ઉડી ગયા અને પગ નીચેથી જમીન સરકી ગઇ. જે બાદ યુવક આ મામલો લઈને પોરબંદર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પત્ની આ રીતે ગંભીર ગુનામાં સંડોવાયેલી હોવાથી યુવકે NIA,ATS (ગુજરાત અને આસામ),CBI ભારતના રાષ્ટ્રપતિ, PMO ઓફિસ, આસામના પોલીસવડા, આસામના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહ વિભાગને પોતાની સાથે બનેલી આ ઘટના અંગેની નકલો મોકલી. રીટાના પહેલા પતિનું નામ અનિલ ચૌહાણ હોવાનું પણ સામે આવ્યુ છે.

Shah Jina