ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક અવૈદ્ય સંબંધને કારણે આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે પોરબંદરમાંથી, જ્યાં એક એમ્બ્યુલન્સચાલકે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો. જો કે આપઘાત પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં તેણે પત્ની અને તેના સહકર્મીના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. મૃતકે આ સુસાઇજ નોટ વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂકી હતી.

પોરબંદરની એક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નિલેષ બારોટે તેની આત્મહત્યા પાછળ હોસ્પિટલમાં કામ કરતી એક મહિલા કર્મચારી અને એક પુરુષ કર્મચારી જવાબદાર હોવાનું જણાવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નિલેશ બારોટે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જો કે, તેણે આપઘાત પહેલા એક સુસાઇડ નોટ લખી હતી અને આ તેણે વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂકી હતી.
આ નોટમાં તેણે તેના મૃત્યુ પાછળ હોસ્પિટલમાં કામ કરતી એક મહિલા કર્મચારી અને એક પુરુષ કર્મચારીના જવાબદાર હોવાનું જણાવ્યુ હતુ. તેમજ આ બંને કર્મચારીઓની કોલ ડિટેઇલ ચેક કરવાથી આપઘાતનું કારણ મળી જશે તેનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જો કે આ મામલે હજુ પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવાનને કોઇ મહિલા સાથે અગાઉ મૈત્રી કરાર હતો અને તેઓ મૈત્રી કરારમાં રહ્યા બાદ છુટા પડી ગયા હોવાનું તેમજ તે મહિલાએ અન્ય કોઇ સાથે સંબંધો જોડી દીધા હોવાની શંકા જતા તેણે આપઘાત જેવું પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યું છે.

સુસાઇડ નોટમાં મૃતકે લખ્યુ છે કે- હું નિલેષ બારોટ આ નોટમાં જે કાંઇપણ લખુ છુ તે હોંશમાં જ લખુ છુ અને મારા મોતનું કારણ છે બે વ્યક્તિ કે જેના નામ નીચે લખુ છુ. તેણે આગળ લખ્યુ કે પોલીસને મારી નમ્ર વિનંતી છે કે મને ન્યાય અપાવે. મૃતકે સુસાઇડ નોટમાં સોનલ વાઘેલા અને અજય ભરતભાઇ દેવમુરારીના નામનો ઉલ્લેખ કર્યો છે અને આગળ લખ્યુ કે આ બંને વ્યક્તિના મોબાઇલ ઈન્કવાયરી કરવા માટે પોલિસને નમ્ર અપીલ છે. તે બંનેની મોબાઇલ ડીટેલ કઢાવે એટલે મોતનું કારણ સામે આવશે. મૃતકે બંનેના મોબાઇલ નંબર પણ સુસાઇડ નોટમાં લખ્યા હતા.