આ ટીવી સેલેબ્સ પાસે છે કરોડો રૂપિયાની લક્ઝરી કાર, કિંમત જાણીને ચોકી જશો

વાહ…પૈસા હોય તો શું ન થાય !!! શ્વેતા તિવારી ચલાવે છે 1.5 કરોડની BMW, આ ટીવી સેલેબ્સની પાસે છે કરોડો રૂપિયાની લક્ઝરી કાર

નાના પડદાના એવા સ્ટાર જેમણે પોતાના જબરદસ્ત અભિનય અને પ્રતિભાના આધારે લોકોના દિલમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આ સ્ટાર્સમાં રામ કપૂર, શ્વેતા તિવારી, રશ્મિ દેસાઈ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. જે આજે પણ ઘરે ઘરે લોકપ્રિય છે.

તમને જણાવી દઈએ કે આ સ્ટાર માત્ર લોકપ્રિયતાના મામલે ટોચ પર નથી પરંતુ તેઓ તેમની પ્રતિભાના આધારે ઘણું કમાય છે. જોકે આજે અમે તમને આ સ્ટારની કમાણી વિશે નહીં પણ તેમના દ્વારા ખરીદવામાં આવેલા લક્ઝરી કાર વિશે જણાવીશું.

1. શ્વેતા તિવારી : ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી જેણે ‘કસૌટી જિંદગી કી’થી ‘બિગબોસ’ સુધી પોતાની ઓખળ મેળવી છે. તેની પાસે ‘બીએમડબલ્યુ 7’ સિરીઝની કાર છે. ખબર અનુસાર આ કારની કિંમત 1.5 કરોડથી 2.46 કરોડની વચ્ચે છે.

2. કપિલ શર્મા : કોમેડી કિંગ ‘કપિલ શર્મા’ લક્ઝરી કારના શોખીન છે. કપિલ પાસે Volvo, Range Rover, Mercedesની કરોડો રૂપિયાની કાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેની મર્સિડીઝ કારની કિંમત 1.2 કરોડ છે.

3. રોનીત રોય : ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ રોનીત રોય પણ Audi R8 Spyder, v10 જેવી સુપર લક્ઝુરિયસ કાર ચલાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોનીત રોયે વર્ષ 2013માં આ કાર ખરીદી હતી અને આ કારની કિંમત 2.30 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે.

4. રશ્મિ દેસાઈ : નાના પડદાની અભિનેત્રી રશ્મિ દેસાઈ પાસે BMW અને Range Rover જેવી કાર છે જેની કિંમત લાખો રૂપિયામાં છે.

5. રામ કપૂર : રામ કપૂર નાના પડદાના સૌથી લોકપ્રિય સ્ટારમાંથી એક છે. રામ કપૂરે ગયા મહિને તેમના માટે વાદળી કલરની ‘Porsche 911 Carrera S’ કાર ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારની કિંમત 1.81 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે પોર્શે પોતે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર જાણ કરી હતી કે અભિનેતાએ Porsche 911 Carrera S કાર ખરીદી છે.

Patel Meet