27 વર્ષની ફેમસ સિંગરનું અચાનક થયું મૃત્યુ, 15 દિવસ પહેલા સેટ પર જ્યુસ પીધા બાદ બગડી હતી તબિયત- જુઓ તસવીરો

સંગીત ઉદ્યોગમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતી સંબલપુરી ગાયિકા રુકસાના બાનોનું મૃત્યુ થયું છે. છેલ્લા 15 દિવસથી તે એઇમ્સ ભુવનેશ્વરમાં જીવન માટે લડી રહી હતી. તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહીં અને બુધવારે (18 સપ્ટેમ્બરે) ગાયિકાએ અંતિમ શ્વાસ લીધા. રુકસાનાના નિધનથી તેના ચાહકો અને તેના સમુદાયના લોકો આઘાતમાં છે.

ગાયિકાના પરિવારનો આ સમગ્ર મામલામાં અલગ દાવો છે. તેમના મતે, રુકસાનાને અન્ય એક સંબલપુરી ગાયકે ધીમે ધીમે ઝેર આપીને મારી નાખી છે. જોકે, હજુ સુધી આ દાવાઓની પુષ્ટિ થઈ નથી. પ્રારંભિક અહેવાલોમાંથી જાણવા મળ્યું છે કે 15 દિવસ પહેલા એક ગીતના શૂટિંગ દરમિયાન રુકસાના બીમાર પડી હતી. 27 ઓગસ્ટે તેને ભવાનીપટનાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પછી બોલનગીર ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને ત્યારબાદ બરગઢની એક ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી. સ્થિતિમાં સુધારો ન થતાં રુકસાનાને એઇમ્સ ભુવનેશ્વરમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં તેનો જીવ બચાવી શકાયો નહીં.

જ્યારે રુકસાનાને બરગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે સંતોષ ટેટે નામના ડૉક્ટરે જણાવ્યું હતું કે રુકસાના સ્ક્રબ ટાયફસથી પીડાઈ રહી છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને ન્યૂમોનિયા, લિવર ઇન્ફેક્શન અને હૃદયની સમસ્યા હોવાની પણ માહિતી મળી હતી. તે વેન્ટિલેટર સિસ્ટમ પર હતી. આ કેસ અંગે એઇમ્સના અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. રુકસાના માત્ર 27 વર્ષની હતી. તેના મૃત્યુનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

રુકસાનાના પરિવાર પર તેના જવાથી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેની માતા અને બહેનનો આરોપ છે કે પશ્ચિમ ઓડિશાના એક હરીફ ગાયકે રુકસાનાને ઝેર આપ્યું હતું. તેમનો દાવો છે કે રુકસાનાને પહેલા પણ ધમકીઓ મળી હતી. મીડિયા સાથેની વાતચીતમાં રુકસાનાની બહેન રૂબી બાનોનો દાવો છે કે તેની બહેનને શૂટ દરમિયાન કોઈ જ્યુસ આપવામાં આવ્યું હતું જે પીધા પછી તે બીમાર પડી હતી. રુકસાનાની માતાએ એક વિડિઓ સંદેશ જારી કરીને પુત્રીને ન્યાય અપાવવાની અપીલ કરી છે.

આ ઘટના સંગીત જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. રુકસાનાના અકાળે અવસાનથી તેના ચાહકો અને સંગીત પ્રેમીઓ શોકમાં ડૂબી ગયા છે. તેના પરિવારના આરોપોને ધ્યાનમાં લેતા, પોલીસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ. જો ખરેખર કોઈ ગુનાહિત કૃત્ય થયું હોય તો દોષીઓને કડક સજા થવી જોઈએ.

રુકસાનાની બહેન રુબી બાનોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘શરૂઆતમાં રુકસાનાને બોલનગીરની ભીમા ભોઈ મેડિકલ હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. જોકે, ત્યાં તેની તબિયતમાં કોઈ ફેર ના પડ્યો ને તબિયત વધુ બગડવા લાગી. આ જ કારણે રુકસાનાને બરગઢની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યાં. ત્યાં પણ રુકસાનાની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં. અંતે તેને AIIMS ભુવનેશ્વરમાં એડમિટ કરવામાં આવી, પરંતુ તેની બચાવી શકાઈ નહીં.’

Aanchal
error: Unable To Copy Protected Content!