પોપટભાઈ આહીરે પાયલને પસંદ કર્યા પહેલાં તેની પરીક્ષા લીધી, રેસ્કયુ દરમિયાન સાથે લઇ ગયા અને એક વ્યક્તિ પેન્ટમાં પેશાબ…

રેસ્કયુ દરમિયાન પાયલને સાથે લઇ ગયા ત્યારે એક ભાઈ પેન્ટમાં જ પેશાબ કરતા હતા, શરીર, મોંમાંથી દારૂની દુર્ગંધ મારતી હતી ત્યારે….આજે વાંચો અઘરી પરીક્ષાની આખી સ્ટોરી

ગુજરાતની અંદર દિવસ રાત એક કરીને લોકોની સેવા કરવા માટે બે નામ ખુબ જ જાણીતા છે. એક છે નીતિન જાની અને બીજા છે પોપટભાઈ. આ બંને ગુજરાતીઓના સાચા મસીહા છે અને તેમણે ઘણા લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દીધી છે. ત્યારે ખજુરભાઈ વિશે તો લોકોને ઘણી બધી જાણકારી છે પરંતુ આજે અમે તમને પોપટભાઈ અને તેમના જીવન વિશેની માહિતી જણાવીશું.

પોપટભાઈ હાલમાં જ સગાઈના બંધનમાં બંધાયા છે અને તેમના સગાઈની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ હતી. પોપટભાઈએ તેમના સગાઈની બે તસવીરો તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેને ખુબ જ પસંદ કરવામાં આવી અને ઘણા લોકો આ તસવીરો પર ભરપૂર કોમેન્ટ પણ કરી તેમની જોડીને વખાણી અને ઘણા લોકો અભિનંદન આપતી કોમેન્ટ પણ કરી.

પોપટભાઈનું સાચું નામ રજનીભાઇ છે. પરંતુ તે આખા ગુજરાતમાં પોપટભાઈ આહીર તરીકે ઓળખાય છે. તેમણે કેટલાય લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દીધી છે અને તેમના સેવાકીય કાર્યોની નોંધ આખા ગુજરાતે લીધી છે. જે તેમના વાયરલ વીડિયોમાં પણ જોવા મળે છે.

પોપટભાઈએ પાયલ નામની યુવતી સાથે સગાઈ કરી હતી. તેમની સગાઈનું આયોજન પણ ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું અને ઘણા બધા લોકોએ ઉપસ્થિત રહીને પોપટભાઈ અને પાયલને આશીર્વાદ આપ્યા હતા. પોપટભાઈએ પણ લવ મેરેજ નથી કર્યા. પાયલ સાથે તેમની પહેલી મુલાકાત પરિવારજનોએ જ કરાવી હતી. જેના બાદ લગ્ન માટે વાત આગળ વધી અને પાયલનો સ્વભાવ અને હંમેશા મદદ કરવાની ભાવનાના કારણે બંનેએ સગાઈ પણ કરી લીધી.

પોપટભાઈએ જણાવ્યું હતું કે તેમના થનારા ધર્મપત્ની પાયલ તેમને સોશિયલ મીડિયા દ્વારા કે તેમના સેવાકીય કાર્યો દ્વારા નહોતા ઓળખતા, જયારે તેમની પહેલી મુલાકાત થઇ ત્યારે તે મારા કામથી પણ એકદમ અજાણ હતા અને તે સાંભળીને મને પણ નવાઈ લાગી હતી. જેના બાદ મેં ઘર વિહોણા લોકો માટે કામ કરું છું એમ કહેતા જ તે ખુબ જ ખુશ થઇ ગઈ હતી.

દિવ્યભાસ્કર સાથે વાત કરતા પોપટભાઈએ જણાવ્યું હતું કે, “કહેવાય છે ને કે દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે. એમાં પણ ખાસ કરીને છોકરીઓની એવી ટેવ હોય છે કે જરા પણ ખરાબ જોઈને તેઓ ત્યાંથી દૂર જતાં રહેતાં હોય છે, આવું તો મારાથી ન થઈ શકે એટલે તેમના સ્વભાવની પરીક્ષા કરવા માટે હું તેમને રેસ્ક્યુ કરવા માટે સાથે લઈ ગયો.”

તેમને પાયલની આ પરીક્ષા વિશે વાત કરતા આગળ કહ્યું કેમ, “જ્યાં એ ભાઈ પેન્ટમાં જ પેશાબ કરતા હતા. તેમના શરીરમાંથી અને મોંમાંથી દારૂની દુર્ગંધ મારતી હતી. છતાં પણ મેં જોયું તો તેમણે આખા રેસ્ક્યુ દરમિયાન જરા પણ કોઈ ફરિયાદ નથી કરી. આ જોઈને મને પણ ખૂબ જ ખુશી થઈ હતી. એ પણ એવું માને છે કે સમાજને કઈ રીતે સારો બનાવી શકું. તેમનો લોકહિતનો સ્વભાવ પણ મને ખૂબ જ ગમ્યો અને તેના આધારે મેં તેમની પસંદગી કરી.”

Niraj Patel