કેટલાય લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગ બનાવી દેનારા પોપટભાઈના ઘરમાં કંકુ પગલાં પાડશે આ યુવતી, સગાઈની તસવીરો આવી સામે..જુઓ
ખજુરભાઈ એટલે આપણા નીતિન જાની. જેમને કોઈ ના ઓળખે એવું બને જ નહિ. ખજુરભાઈએ પોતાના સેવાકીય કામો દ્વારા આખા ગુજરાતમાં એક મોટું નામ બનાવી લીધું છે. ત્યારે તેમણે થોડા દિવસ પહેલા જ મીનાક્ષી દવે સાથે સગાઈ કરી હતી અને તેમની સગાઈ બાદ તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ હતી.
ત્યારે હવે ખજુરભાઈની જેમ જ એક બીજા ગુજરાતી પણ છે જે પણ ગુજરાતમાં પોતાના સેવાકીય કાર્યો દ્વારા અનેરી સુવાસ ફેલાવી રહ્યા છે અને એ પણ ગુજરાતનું ખુબ જ જાણીતું નામ છે. આ વ્યક્તિ છે પોપટભાઈ. જે પોપટભાઈ ફાઉન્ડેશન હેઠળ અત્યાર સુધી ઘણા બધા લોકોની મદદ કરી ચુક્યા છે.
ખજુરભાઈની જેમ જ પોપટભાઈ પણ પોતાના સેવાકીય કાર્યોની ઝાંખી સોશિયલ મીડિયામાં બતાવતા રહે છે અને તેમાં સેવાકીય કાર્યોને જોઈને લોકો પણ તેમની ખુબ જ પ્રસંશા કરતા હોય છે. ત્યારે હાલમાં જ ખજુરભાઈ બાદ પોપટભાઈ પણ સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે અને તેમની સગાઈની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
પોપટભાઈએ તેમના સગાઈની બે તસવીરો તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે અને ઘણા લોકો આ તસવીરો પર ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેમની જોડીને વખાણી છે અને ઘણા લોકો અભિનંદન આપતી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
પોપટભાઈ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં તે ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તે કેમેરા સામે પોઝ પણ આપતા જોવા મળી રહ્યા છે. તેમની આ તસવીરોને અત્યાર સુધીમાં 1 લાખ 81 હજાર કરતા પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે, ઉપરાંત હજારો લોકોએ કોમેન્ટ પણ કરી છે.
તમને જણાવી દઈએ કે પોપટભાઈનું સાચું નામ રજનીભાઇ છે. પરંતુ તે આખા ગુજરાતમાં હવે પોપટભાઈ આહીર તરીકે ઓળખાય છે. તેમણે કેટલાય લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દીધી છે અને તેમના સેવાકીય કાર્યોની નોંધ આખા ગુજરાતે લીધી છે. જે તેમના વાયરલ વીડિયોમાં પણ જોવા મળે છે.
પોપટભાઈએ પાયલ સાથે સગાઈ કરી છે. જો કે હજુ સુધી એ માહિતી સામે નથી આવી કે પોપટભાઈના થનારા ધર્મપત્ની પાયલબેન શું કામ કરી રહ્યા છે. તેમની આ સગાઈનું આયોજન પણ ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું અને ઘણા બધા લોકોએ ઉપસ્થિત રહીને પોપટભાઈ અને પાયલને આશીર્વાદ આપ્યા હતા.