ભારતીય મૂળની મહિલા ડોકટરે મંગળવારે બ્રિટનમાં કોરોના કારણે મોત થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તે વેન્ટિલેટર પર હતા. મૂળ રૂપથી દિલ્લીની રહેવાસી ડો. પૂર્ણિમા નાયર ડર્હમ સ્થિત સ્ટેશન વ્યુ મેડિકલ સેન્ટરમાં કામ કરતી હતી.

કોરોના સામે લાંબી લડાઇ લડયા પછી એમનું સ્ટોકરોન-ઓન-ટીઝ ખાતેની નોર્થ ટીઝ હોસ્પિટલની યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે મોત થયું હતું.

સ્ટેશન વ્યૂ મેડિકલ સેંટે એક સંદેશમાં કહ્યું, ‘અમને એ કહેવાથી ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પ્રિય સહયોગી અને મિત્રડોક્ટર પૂર્ણિમા નાયરનું નિધન થયું છે. આપણે બધા આ દુઃખદ સમાચારથી વ્યથિત છીએ અને આશા છે કે તમે બધા પણ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશો. નાયરના ઘણા દર્દીઓ પૈકી તેન માતાની જિંદગી બચાવવા માટે તેને યાદ કર્યા હતા.

તેમણે લખ્યું, ‘ભગવાન તમારા આત્માને શાંતિ આપે. તમે 10 વર્ષ પહેલાં મારી માતાનું જીવન બચાવ્યું હતું. આ માટે, અમે તમારા જીવનભર આભારી હોઈશું. એવું માનવામાં આવે છે કે ડોક્ટર પૂર્ણિમા દસમાં એવા ડોક્ટર છે જેમને ફ્રન્ટલાઈન પર કામ કરતી વખતે કોરોનાથી ચેપ લાગ્યો હતો અને પછી તેનું મૃત્યુ થયું હતું. અમેરિકા પછી કોરોનાથી બ્રિટન સૌથી વધુ અસરગ્રસ્ત બીજો દેશ છે. અહીં સુધીમાં 32 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..