માતા વેચી રહી હતી ફુગ્ગા, ત્યારે જ દીકરાએ ખુશીથી એવું કામ કર્યુ કે વીડિયો જોઇ આંખમાંથી ખુશીના આંસુ દળ દળ વહી જશે

ગરીબ બાળકોની મમ્મીએ દીકરાએ બતાવી એવી દરિયાદિલી કે વીડિયો જોઇ ઇમોશનલ થઇ જશો તમે

કહેવાય છે ને કે બાળક ભગવાનનું રૂપ હોય છે. તેમનું દિલ એકદમ સાફ હોય છે. તેમના મનમાં આવનાર વિચાર નવા હોય છે અને તેઓ તેમને જે બરાબર લાગે તે કરવાની કોશિશ કરે છે. કંઇક આવુ જ સોશિયલ મીડિયા પર બે નાના બોળકોના વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.વીડિયોમાં એક બેધર બાળકને એક છોકરો જોરથી ગળે લગાવતા જોવા મળી રહ્યા છે, જેને તે રસ્તા પર જુએ છે. નાના છોકરાની ઓળખ કિયાંશ દેતેના રૂપમાં થઇ છે.

તેમના પ્રેમાળ મુલાકાતને કિયાંશની માતાએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી અને આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી દીધો. વાયરલ વીડિયો 11 મિલિયનથી પણ વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે અને 1 મિલિયની વધુ લાઇક્સ મળી છે. નેટિજન્સના દિલને સ્પર્શી જનાર આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, એક બેઘર બાળક અને એક નાનો છોકરો ક્યુટ રીતે ડાંસ કરી રહ્યા છે. ગ્રીન કલરની ટીશર્ટ પહેરેલી છે તે બાળક કિયાંશ ખુશીથી ઉછળી રહ્યો હતો તે ગરીબ માતાના દીકરાએ તેને પાસે આવીને ગળે લગાવી દીધો. કિયાંશે પણ ખુશીથી તેને ફરી ગળે લગાવ્યો. માતા એક મેળામાં ફુગ્ગા વેચી રહી હતી. આ વીડિયો જોયા તમે પણ ઇમોશનલ થઇ જશો. વીડિયોને Kiansh Dete અને Ayansh Dete એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina