ગરીબ ફેરિયાએ નાના ભાઈ-બહેનને પૈસા ન હોવાથી ફ્રીમાં આપી મગફળી, 12 વર્ષ પછી અમેરિકાથી આવીને આ રીતે ઉતાર્યું ઋણ

https://zeenews.india.com/hindi/off-beat/poor-hawker-gave-peanuts-for-free-when-he-did-not-have-money-after-12-years-returned-from-the-us-and-took-out/1063074

પેટા- આ ભાઈ બહેને મગફળીવાળા માટે જે કર્યું તે જાણીને રૂવાડા ઉભા થઈ જશે

ઘોર કળયુગમાં જ્યારે લોકોની મફતમાં બીજાનું લઈ લેવાની વૃતિ જોવા મળે છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમની ઈમાનદારી જોઈને લાગે છે હજી માણસાઈ જીવીત છે. આપણે જોઈએ છીએ કે ગરીબ લોકો પાસે ભલે પૈસા નથી હોતા પણ તેમના મન મોટા હોય છે.

આજથી 12 વર્ષ પહેલા આંધ્ર પ્રદેશમાં મગફળી વેચતા ગરીબ વ્યક્તિએ જે નાના ભાઈ બહેન પર ઉપકાર કર્યો હતો તેની ચર્ચા હવે  થઈ રહી છે અને હાલમાં એ ભાઈ અને બહેને અમેરિકાથી પરત ફરીને આ મગફળીવાળાનું ઋણ ચૂકવ્યું છે. આ કહાની સાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જશે.

આંધ્ર પ્રદેશમાં એક ભાઈ બહેન 2010માં તેના પિતા સાથે દરિયા કિનારે ફરવા જાય છે ત્યારે તેને ભુખ લાગે છે અને મગફળી ખાવાનું નક્કી કરે છે. પરંતુ વિધિની વક્રતા એવી કે આ ભાઈ બહેન મગફળીવાળા પાસેથી મગફળી તો લઈ લે છે પરંતુ પછી ખબર પડે છે કે ખીસ્સામાં પૈસા તો નથી.

થોડીવાર વિચારે છે મગફળીવાળા ભાઈને વાત કરી છે. પંરતુ કહેવાય છે ને કે ગરીબ માણસોમાં ખુદ્દારી બહુ હોય છે. ભલે પૈસા ઘરમાં ન હોય પણ ખાનદાની બહુ હોય છે. આ મગફળીવાળા ભાઈ નામ છે સત્તૈયા. સત્તૈયા કઈ પણ વિચાર કર્યા વગર આ ભાઈ બહેનને મગફળી આપી દીધી અને પૈસા  માગ્યા નહિ. ત્યારબાદ ભાઈ બહેન તેના પિતા સાથે ઘરે જતા રહ્યા. પરંતુ જતા પહેલા ભાઈ ‘નેમાની પ્રણવ’ અને તેની ‘બહેન સુચિતા’એ મગફળીવાળા સત્તૈયા ભાઈને વચન આપ્યું કે અમે તમારા પૈસા જરૂર પરત કરીશું.

જતા જતા આ ભાઈ બહેને સત્તૈયા ભાઈ સાથે ફોટો પણ પડાવ્યો હતો. પરંતુ બન્યુ એવુ કે તેમને પૈસા પરત કરવાનો મોકો ન મળ્યો અને તેઓ અમેરિકા જતા રહ્યા. તેઓ ભલે સાત સમંદર પાર જતા રહ્યા હોય પરંતુ બન્ને ભાઈ બહેનને યાદ તો હતુ કે આપણે મગફળીવાળા ભાઈને પૈસા ચૂકવવાના બાકી છે. આમને આમ 11 વર્ષ જેટલો સમય વીતી ગયો અને આખરે તેમને ભારત આવવાનું થયું.

ભારત આવ્યા બાદ આ ભાઈ બહને સત્તૈયા ભાઈને શોધવા લાગ્યા. તે જે જગ્યાએ મગફળી વેંચતા  હતા ત્યા પણ ગયા પરંતુ સતૈયા ભાઈની કોઈ ભાળ મળી નહીં. આખરે થાકીને આ ભાઈ બહેન અને તેમના પિતાએ ત્યાના ધારાસભ્યને આ વાત કરી. તો તે ધારસભ્યએ પોતાની ફેસબૂક પોસ્ટ પર સત્તૈયાની તસવીર શેર કરીને લોકોને સત્તૈયા વિશે માહિતી આપવા અપીલ કરી.

ત્યારબાદ સત્તૈયાના પૈતૃક ગામાના લોકોએ જ્યારે કહ્યું કે સત્તૈયા હવે આ દુનિયામાં નથી રહ્યો, ત્યારે આ ભાઈ બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. સત્તૈયા આ દુનિયા છોડીને જતો રહ્યો હતો પરંતુ તેમનો પરિવાર ગામડે હજુ રહેતો હતો તેથી આ ભાઈ બહેન તેમના ગામ પહોચ્યા અને સત્તૈયાના પરિવારને 25 હજાર રૂપિયા આપ્યા. હાલમાં સોશિયલ મીડિયા પર આ ભાઈ બહેનની ખુબ પ્રશંસા કરી રહ્યા છે કે જેમણે અમેરિકાથી પરત આવીને મગફળીના પૈસા ચૂકવ્યા.

YC