આપણે ત્યાં ડોક્ટરને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાઓએ આપણે જોઈએ છીએ તો ડોક્ટર પાસે જતા જ ખિસ્સા ખાલી પણ કરવા પડે છે પરંતુ આપણે ત્યાં એવા ડોકટરો પણ છે જેઓ માનવતાની એક નવી મિશાલ પણ કાયમ કરે છે, એવી જ એક ઘટના બની ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની એક હોસ્પિટલમાં જ્યાં એક ગરીબ બાળકીના ઓપરેશન માટેનું મશીન બંધ હોવા છતાં પણ માનવતાનો ધર્મ નિભાવવા માટે ડોકટરે પોતાના હાથે જ ઓપરેશન કરી અને બાળકીને સાજી કરી દીધી.

હોસ્પિટલના ધક્કા ખાતા બાપ અને દીકરીને જોઈને ડૉ. નાજિમનું હૃદય પીગળી ગયું અને હાડકાના ઓપરેશન માટે વપરાતું 10 લાખનું મશીન જે છેલ્લા અઢી મહિનાથી બંધ હોવા છતાં પણ પોતાના હાથે ડૉ. નાજિમેં ઓપરેશન સફળતા પૂર્વક કરી માનવતાની મિશાલ કાયમ કરી છે.
અલ્મોડા નિવાસી પની રામ નામના વ્યક્તિની આર્થિક સ્થિતિ સાવ ખરાબ હતી, પોતાની દોઢ વર્ષની દીકરી માનસીની ડાબા હાથની કોણી ઘરમાં રમતી વખતે તૂટી ગઈ હતી, જેની સારવાર માટે પની રામ હોસ્પિટલ ગયા ત્યારે ત્યાં જઈને તેમને માલુમ પડ્યું કે ઓપરેશન માટે વાપરવામાં આવતું મશીન છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યું છે, જેના કારણે તે નિરાશ થઇ ગયા હતા.

આર્થિક રીતે અશક્ત એવા પની રામ દીકરીને બીજી કોઈ હોસ્પિટલમાં લઈ જવાની હિમ્મત ના કરી શક્યા અને તેમને અલ્મોડા જિલ્લા હોસ્પિટલના ડૉ. શુજા નાજિમને પોતાની આર્થિક સ્થિતિ અને બાળકીની ગંભીર હાલત વિશે સતત વિનંતી કરતા રહ્યા.
પહેલા તો ડૉ. નાજિમે પણ મશીન બંધ હોવાના કારણે ઓપરેશન કરવાની ના કહી દીધી પરંતુ પની રામની આર્થિક સ્થિતિ અને બાળકીનું દુઃખ જોતા તેમનું હૃદય પણ પીગળી ગયું અને તરત તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી.
લગભગ દોઢ કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં ડોકટરે મશીન વિના જ પોતાના હાથથી હાડકાને બરાબર ગોઠવ્યું અને ઓપરેશનને સફળ બનાવ્યું. હોસ્પિટલના પીએમએસ ડૉ. આર.સી.પંતે પણ પની રામની આર્થિક પરિસ્થિતિને જોતા કોઈપણ જાતનો ખર્ચ લેવાની મનાઈ કરી હતી.
દીકરીના સફળ ઓપરેશન થવાના કારણે બાળકીને પણ રાહત મળી હતી અને પની રામે ડોકટરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.