હજુ તો હમણાં જ લગ્ન કર્યા અને હનીમૂન પણ માન્યું, લગ્નજીવનનું સુખ મેળવવા તરસી ગઈ આ અભિનેત્રી, જુઓ
અભિનેત્રી પૂનમ પાંડેએ અમુક દિવસો પહેલા જ પોતાના બોયફ્રેન્ડ સૈમ બૉમ્બે સાથે લગ્ન કર્યા હતા. કોરોના મહામારીને લીધે લગ્ન સેરિમની પ્રાઇવેટ રાખવામાં આવી હતી.
લગ્ન પછી આ વિવાહિત જોડી એરપોર્ટ પણ સ્પોટ થઇ હતી, તે સમયે બંન્ને હનીમૂન પર જઈ રહ્યા હતા. એવામાં હજી તો લગ્નનો એક મહિનો પણ થયો નથી કે પૂનમ પાંડેએ પતિ વિરુદ્ધ પોલીસથાણે માં ફરિયાદ નોંધાવી હતી અને પતિ સૈમની ધરપકડ કરવામાં આવી.

રિપોર્ટના આધારે પૂનમ પાંડેએ પતિ પર છેડછાડ, મારપીટ એ ધમકી આપવાનો કેસ દર્જ કરાવ્યો હતો જેના પછી ગોવા પોલીસે સૈમની મંગળવારના રોજ ધરપકડ કરી લીધી હતી.

પોલીસે અધિકારીએ જણાવ્યું કે,”ઘટના દક્ષિણ ગોવાના કૈનાકોના ગામમા થઇ હતી જ્યા પૂનમ પાંડે એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી. પૂનમે સોમવારે મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે કહ્યું કે તેના પતિ સૈમ બૉમ્બેએ તેની સાથે છેડછાડ કરી છે અને તેની સાથે મારપીટ કર્યા પછી ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. જેના પછી ગોવા પોલીસે સૈમ ની ધરપકડ કરી અને પૂનમ પાંડેની મેડિકલ જાંચ પણ કરવામાં આવી હતી”. પૂનમ દ્વારા પતિ પર લગાવેલા આરોપો હજી સાબિત થયા નથી માટે પોલીસ મામલાની જાંચ કરી રહી છે.

બંન્નેની લવસ્ટોરીની વાત કરીએ તો પૂનમ અને સૈમ એકબીજાને ત્રણ વર્ષથી ઓળખતા હતા. બંન્ને બે વર્ષથી લિવ ઇનમાં રહેતા હતા. બંન્નેની પહેલી મુલાકાત એક પ્રોજેક્ટના દરમિયાન થઇ હતી. આ બાબતે પૂનમે કહ્યું હતું કે, મારી પહેલી મુલાકાત રૉમેન્ટીક ફિલ્મની જેમ હતી. અમે ઘણી બાબતોમાં એક સરખા જ હતા. તે મારો બેસ્ટ ફ્રેન્ડ પણ છે અને સૌથી સારી વાત એ છે કે અમારા બંન્નેના મનમાં શું ચાલી રહ્યું છે, તેને ખુબ સારી રીતે સમજી લઈએ છીએ”.

પૂનમે પોતાની કારકિર્દીની શરૂઆત મૉડેલિંગ દ્વારા કરી હતી. ફિલ્મ નશા દ્વારા તેણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 5 જેટલી ફિલ્મો કરેલી પૂનમે અમુક ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે. 2015 માં તેણે ટીવી શો પણ કર્યો હતો.

વાત સૈમ બૉમ્બેની કરીએ તો તેનો જન્મ દુબઈમાં થયો હતો. તે એક એડ ફિલ્મ નિર્માતા છે. 36 વર્ષના સૈમ અક્ષય કુમાર, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, જૈક્લીન ફર્નાડીઝ, તમન્ના ભાટિયા, અલ્લુ અર્જુન જેવા અનેક જાણીતા કલાકારો સાથે પ્રોજેક્ટ વર્ક કરી ચુક્યા છે.

સૈમએ ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને યુવરાજ સિંહ સાથે પણ કામ કર્યું છે. આ સિવાય તેણે ઓપ્પો, સ્પાર્ક્સ, એમેજોન જેવી બ્રાન્ડ માટે ઘણી જાહેરાતોનું નિર્દેશન પણ કર્યું છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.