પૂનમ પાંડેને કૂતરાની જેમ મારતો હતો પતિ સેમ બોમ્બે, બાથરૂમમાં બંધ કરી દેતો હતો…ફોન તોડી દીધો અને…

મને કૂતરાની જેમ મારવામાં આવી, બેડરૂમમાં બંધ કરી દેવામાં આવી…આ વાતનો ખુલાસો અભિનેત્રી પૂનમ પાંડેએ કંગના રનૌતના શો લોકઅપમાં માનસિક સ્વાસ્થ્ય જાગરૂકતા પર થઇ રહેલી ચર્ચા દરમિયાન કર્યો હતો. અભિનેત્રી આગળ કહે છે કે સારી ઊંઘ અને સ્વાદિષ્ટ ભોજન મને પસંદ છે, પરંતુ લગ્ન બાદથી ના મને ઊંઘ નસીબ થઇ છે, ના તો સારુ ભોજન મળ્યુ છે. મેમ ચાર વર્ષો સુધી દયનીય જીવન જીવ્યુ છે. માનસિક પ્રતાડનાને કારણે હું ડિપ્રેશનમાં રહેવા લાગી હતી અને મેં પોતાને મારવા સુધીની કોશિશ પણ કરી હતી.

જો કે, હવે હું પોતાના લગ્ન તોડ્યા બાદ સ્વતંત્રતા સાથે જીવુ છુ અને અપમાનજનક સંબંધમાં ફસાઈ જવા કરતાં સિંગલ લાઈફ ઘણી સારી છે. તમને જણાવી દઈએ કે કરણવીર બોહરા અને પાયલ રોહતગી સાથે વાત કરતી વખતે પૂનમે કહ્યું હતું કે હું સેમને પસંદ નથી કરતી, પરંતુ હું તેને ખરેખર નફરત પણ નથી કરતી. સેમનું ઘર ચાર માળનું હતું, પણ સેમ મને બીજા રૂમમાં રહેવા દેતો ન હતો. તે મને એક જ રૂમમાં રહેવા માટે દબાણ કરતો હતો. પૂનમ આગળ કહે છે કે સેમ મને ઘરની અંદર ફોનને હાથ પણ લગાવવા દેતો ન હતો.

સેમ મને સતત માથા પર મારતો હતો અને તે જ જગ્યાએ મારતો હતો જેના કારણે મને ‘બ્રેન હેમરેજ’ થયું હતું. તે સવારે 10 વાગ્યાથી પીવાનું શરૂ કરી દેતો હતો અને અડધી રાત સુધી પીતો હતો. પૂનમે આગળ કહ્યુ કે, મને લાગ્યું કે મારે મારી જાતને મારી નાખવી જોઈએ. મેં આ પહેલા પણ ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કૂતરાની જેમ મારે છે. અભિનેત્રીએ આગળ કહ્યું- હું જીવિત છું, આ મારા માટે મોટી વાત છે. હું તમારી સાથે બેઠી છું, આ મારા માટે મોટી વાત છે. પરંતુ હું ખુશ છું કે હવે હું આ બધી બાબતોમાંથી બહાર છું.

આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ આ વસ્તુમાંથી પસાર થાય છે. હું તે લોકોને કહેવા માંગુ છું કે તેઓ ચાલ્યા જાય. આવા સંબંધોને ખેંચશો નહીં. જીવન બહુ કિંમતી છે. કૃપા કરીને આનો આદર કરો.એવું લાગે છે કે પૂનમ પાંડે ‘લોક અપ’નો ઉપયોગ એક પ્લેટફોર્મ તરીકે કરી રહી છે જ્યાં તે પોતાની અંગત જિંદગીને બધાની સામે બતાવી શકે છે. તે લોકોને તેનું સ્વરૂપ બતાવવાનો પ્રયાસ કરી રહી છે જે અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યુ નથી.

માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ અંગેની તાજેતરની જૂથ ચર્ચા દરમિયાન, તેણે ખુલાસો કર્યો કે તેના લગ્નજીવનમાં તેને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને તે એટલું બધું હતું કે તેણે પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે પૂનમે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને પ્રોડ્યુસર સેમ બોમ્બે સાથે સપ્ટેમ્બર 2020માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ અભિનેત્રીએ પતિ પર ઘરેલું શોષણ અને છેડતીનો આરોપ લગાવ્યો હતો.

અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ નવેમ્બર 2021માં મુંબઈ પોલીસે સેમની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે બંનેએ હજુ સુધી છૂટાછેડા લીધા નથી. પૂનમ પાંડે હંમેશા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. તેણે કંગનાના શો લોકઅપમાં એન્ટ્રી કરીને પોતાને એક તક આપી છે.

Shah Jina