પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગઇ પૂનમ પાંડે ? ખૂબ જ નાની ઉંમરે લીધો આલીશાન બંગલો અને ગાડી…ફિલ્મો નહિ પણ આનાથી કરતી હતી કમાણી

અધધધધ કરોડની સંપત્તિ છોડી ગઈ મર્યા પછી પૂનમ પાંડે! 27 નોકર-ચાકર અને 4 માળનું મકાન, વાંચો અંદરની ડિટેઇલ

બોલ્ડ સીન્સ અને વિવાદાસ્પદ નિવેદનો દ્વારા ચર્ચામાં રહેનારી અભિનેત્રી પૂનમ પાંડેનું 1 ફેબ્રુઆરીએ રાત્રે તેના હોમટાઉન કાનપુરમાં નિધન થયું. સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતા ટીમે લખ્યુ- પૂનમ પાંડેનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે.

પૂનમ પાંડેનું જીવન ભલે ગ્લેમરસ લાગતુ હોય, પણ તેમાં સંઘર્ષ અને મુશ્કેલીઓની કોઈ કમી નહોતી. પ્રેમથી લઇને કરિયર સુધી તેને ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.

તેના લગ્નના સેમ બોમ્બે નામની એક વ્યક્તિ સાથે થયા હતા, જેની સાથે તે લગ્નના થોડા સમય બાદ જ અલગ થઈ ગઈ હતી. પૂનમે તેના પતિ પર ઘરેલુ હિંસા અને બળજબરીનો આરોપ લગાવીને સંબંધનો અંત લાવ્યો હતો.

વર્ષ 2013માં ફિલ્મ ‘નશા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર પૂનમ પાંડેના મોત પર હજુ પણ તેના ચાહકો વિશ્વાસ નથી કરી રહ્યા. 32 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેનારી પૂનમ પાંડેએ રિયાલિટી શો અને મોડલિંગ દ્વારા ઘણી ખ્યાતિ મેળવી હતી.

પૂનમના મોતના સમાચાર બાદ કેટલાક લોકોના મનમાં સવાલ છે કે તે કમાણી કેવી રીતે કરતી હતી અને તેની નેટવર્થ શું છે, તે તેની પાછળ કેટલી સંપત્તિ છોડી ગઇ છે. પૂનમ રિયાલિટી શો અને મોડલિંગથી સારી એવી કમાણી કરતી હતી.

પૂનમે તેની ટૂંકી કારકિર્દીમાં મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ દ્વારા ઘણી કમાણી કરી હતી. લક્ઝરી કારની શોખીન પૂનમ મુંબઈમાં તેના પરિવારથી દૂર રહેતી હતી. આ સિવાય તેની પાસે એક એપ પણ હતી જેના પર તેણે પેઈડ મેમ્બરશિપ દ્વારા સબસ્ક્રાઈબર્સ પાસેથી ઘણી કમાણી કરી હતી.

www.celebsupdate.com પર છપાયેલી માહિતી અનુસાર, પૂનમ પાંડે 51.46 કરોડ રૂપિયાની સંપત્તિ પોતાની પાછળ છોડી ગઇ છે. પૂનમ પાંડે એક શો માટે લગભગ 3 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. પૂનમ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ 4 માળની બિલ્ડિંગમાં રહેતી હતી. તેની પાસે BMW કાર છે. 27 ક્રૂ મેમ્બર્સ પૂનમ પાંડે સાથે તેના બિઝનેસને મેનેજ કરવા માટે રહેતા હતા. આ સિવાય પૂનમના ઘરમાં ત્રણ રસોઇયા હતા, જે તેના અને સ્ટાફ માટે ખાવાનું બનાવતા.

Shah Jina