પૂનમ પાંડેનો મૃત્યુ પહેલાનો છેલ્લો વીડિયો, આજે કેન્સર ભરખી ગયું, જુઓ અંતિમ વીડિયો

બોલ્ડ વીડિયો અને કમેન્ટ્સને લઇને હંમેશા ચર્ચામાં રહેનારી પૂનમ પાંડે હવે આ દુનિયામાં નથી રહી. પૂનમનું સર્વાઇકલ કેન્સરને કારણે મોત થયુ અને તેણે તેના હોમટાઉનમાં દમ તોડ્યો. પૂનમના ચાહકો આ ખબરથી આઘાતમાં છે, કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો કે

ત્રણ દિવસ પહેલા એકદમ સારી દેખાતી પૂનમ અચાનક દુનિયા છોડી ચાલી ગઇ. આ વચ્ચે અભિનેત્રીનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જ્યારે તે એવોર્ડ ફંક્શનમાં સ્પોટ થઇ હતી.

આ વીડિયોમાં એક્ટ્રેસ ઘણી ખુશ પણ જોવા મળી રહી હતી. આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા ઇન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પૂનમ રેડ કાર્પેટ પર કિલર લુકમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

પૂનમે બ્લેક લેધર જંપસૂટ સાથે બ્રાઉન ઓવરકોટ અને વ્હાઇટ હાઇ હિલ્સ પહેરી હતી. આ લુકને કંપલીટ કરવા તેણે વાળને પોનીટેલમાં કેરી કર્યા હતા. જણાવી દઇએ કે, પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. તેણે 29 જાન્યુઆરીએ એક ઇવેન્ટનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં તે બ્લક લેધર ટ્રાઉઝર અને વ્હાઇટ બ્રાલેટ ટોપમાં જોવા મળી હતી. આ વીડિયો સાથે તેણે પોતાની જિંદગીના બેલેન્સની પણ વાત કરી હતી. જો કે, આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ ખબર આવી કે તેનું મોત થઇ ગયુ છે.

પૂનમના ઓફિશિયલ ઇન્સ્ટા પર કરવામાં આવેલ તેના મોતની પોસ્ટ પર વધારે લોકો એ જ કમેન્ટ કરી રહ્યા છે કે આ કોઇ ફેક કે ખોટી પોસ્ટ તો નથી ને,કારણ કે ઘણા લોકોને આ ખબર પર વિશ્વાસ નથી થઇ રહ્યો. આ પહેલા ક્યારેય પણ પૂનમ પાંડેની બીમારીને લઇને ક્યારેય કોઇ વાત સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેના મોતની ખબર સૌથી પહેલા ઇન્સ્ટા સ્ટોરી પર આવી અને પછી પૂનમની પીઆર ટીમનું સ્ટેટમેન્ટ સામે આવ્યુ. એક્ટ્રેસની પીઆર ટીમ અનુસાર, પૂનમ તેના હોમ ટાઉન હતી, જ્યારે તેણે છેલ્લા શ્વાસ લીધા. જો કે, હજુ સુધી પૂનમના અંતિમ સંસ્કારની કોઇ જ વિગત સામે નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina