હંમેશા વિવાદોમાં રહેવાવાળી મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચાઓમાં છે. પોલીસ દ્વારા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે એફઆઈઆર લખવાનો ઇનકાર કરાયા બાદ અભિનેત્રી પૂનમ પાંડેએ બોમ્બે હાઇકોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે.

વાત વર્ષ 2019ની છે. જ્યારે પૂનમ પાંડેએ આર્મસ્પ્રાઇમ મીડિયા નામની એક કંપની સાથે કરાર કર્યો હતો. આ કંપની એક એપ્લિકેશન બનાવવાની હતી, જેમાંથી થવાવાળા નફામાં પૂનમને ચોક્કસ ભાગ મળવાનો હતો.

પૂનમના જણાવ્યા મુજબ, જ્યારે તેમને ખબર પડી કે નફામાં વહેંચણી કરવામાં તેની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો છે ત્યારે તેણે આ કરાર રદ કર્યો હતો. આ કરારમાંથી બહાર આવતાની સાથે જ તેને તેના પ્રાઇવેટ નંબર પર કોલ આવવા લાગ્યા, જેમાં તેની પાસે વિવિધ પ્રકારના અનુરોધ કરવામાં આવતા હતા.
રિપોર્ટ્સ અનુસાર, પૂનમ એમ વિચારીને ત્રણ મહિના દેશની બહાર પણ ગઈ હતી કે આ પછી તેની પરિસ્થિતિ સારી થઈ જશે. તેણે પોતાનો નંબર પણ બદલી નાખ્યો પણ તમ છતાં કશું જ બદલાયું નહિ. દેશમાં પાછા આવ્યા પછી પણ તેને આ બધાનો સામનો કરવો જ પડયો.

પૂનમે કહ્યું કે અગાઉ તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે રાજ કુંદ્રા વિરુદ્ધ કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો, તેથી હવે તેને હાઈકોર્ટ જવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે પૂનમ નશા, ધ જર્ની ઓફ કર્મા અને આ ગયા હીરો જેવી ફિલ્મોમાં નજર આવી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.