પોતે ત્રણ વાર પ્રેમ કર્યો, પણ પતિની આશિકી પર વિફરી આ અભિનેત્રી, ઉઠાવ્યુ એવું હૈરતઅંગેજ પગલુ કે…

પતિને સબક શીખવાડવા માટે કર્યુ એક્સ્ટ્રા-મેરિટલ અફેર, પછી લીધા છૂટાછેડા- જાણો પૂનમ ઢિલ્લોંની વિશ્વાસ ન કરી શકાય તેવી કહાની

Poonam Dhillon Affairs: પીઢ અભિનેત્રી પૂનમ ઢિલ્લોં 80ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. લાંબા વાળ, મોટી આંખો અને મોહક સ્મિતવાળી પૂનમ ઢિલ્લોંની સુંદરતાથી લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પૂનમે 1977માં ફેમિના મિસ ઈન્ડિયા યંગનો ખિતાબ જીત્યો હતો અને આ સાથે જ તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. આ પછી પૂનમે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે તેના શાળાના દિવસોમાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે તેના ઉત્તમ અભિનય કૌશલ્ય અને સુંદરતાથી દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું.

પૂનમ ખૂબ જ બોલ્ડ હતી અને તેણે તે સમયગાળા દરમિયાન સ્વિમ સૂટ પહેરીને ઘણી હેડલાઇન્સ પણ બનાવી હતી. પૂનમ તેના અંગત જીવનના કારણે ઘણી ચર્ચામાં પણ રહી હતી. જ્યારે અભિનેત્રીને ખબર પડી કે તેના પતિનું કોઈ અન્ય સાથે અફેર છે ત્યારે તેણે પતિને સબક શીખવાડવા માટે પોતે જ એક્સ્ટ્રા મેરિટલ અફેર કર્યું હતું. પૂનમ ઢિલ્લોંએ 1988માં અશોક ઠકેરિયા સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતીને બે બાળકો છે, અનમોલ ઠકેરિયા અને પલોમા ઠકેરિયા. જોકે તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા.

થોડા સમય પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. તેનું કારણ પૂનમના પતિ અશોકનું કોઈ અન્ય સાથે અફેર હતું. જ્યારથી પૂનમને ખબર પડી ત્યારથી તે ખૂબ જ દુઃખી થઇ ગઇ હતી. પતિની બેવફાઈ પર આંસુ વહાવ્યા બાદ પૂનમે અશોકને સબક શીખવાડવાનું નક્કી કર્યું. આ પછી તેણે એક્સ્ટ્રા મેરિટલ અફેર કર્યુ. જો કે તે માત્ર પતિને સબક શીખવાડવા માટેનુ હતું. પરંતુ બાદમાં જ્યારે અશોક અને પૂનમના સંબંધોમાં આવેલ તિરાડ કોઈપણ રીતે ભરાઈ ન શકી ત્યારે અભિનેત્રીએ કઠોર નિર્ણય લીધો અને તેના પતિથી અલગ થવાનું પગલું ભર્યું.

પૂનમ અને અશોકે 1997માં છૂટાછેડા લીધા. આ પછી પૂનમે બંને બાળકોની કસ્ટડી મેળવી. પૂનમે તેના બંને બાળકોને એકલા હાથે ઉછેર્યા. પૂનમ ઢિલ્લોંના કરિયરની વાત કરીએ તો અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પૂનમે 15 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે યશ ચોપરાની ફિલ્મ ‘ત્રિશૂલ’માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. આ પછી પૂનમે ‘સોની મહિવાલ’, ‘યે વાદા રહા’ ‘નૂરી’ ‘રેડ રોઝ’, ‘દર્દ’, ‘તેરી મહેરબાનિયાં’, ‘કર્મા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પૂનમ રિયાલિટી શો બિગ બોસની સિઝન 9માં પણ જોવા મળી હતી.

હાલમાં અભિનય સિવાય પૂનમ મેકઅપ વેન વેનિટીથી સારી કમાણી કરે છે. પૂનમની ફિલ્મ ‘નૂરી’ કે જેમાંરમેશ તલવારે પૂનમ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેના વિશે યશ ચોપરા સાથે વાત કરી હતી. કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રમેશ અને પૂનમ વચ્ચે નિકટતા વધી અને બંને પ્રેમમાં પડ્યા. જ્યારે પૂનમે મુંબઈમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રમેશ તલવારે પૂનમ માટે બંગલો પણ ખરીદ્યો હતો, પરંતુ ત્યારબાદ બંને વચ્ચે મતભેદ થયો અને બ્રેકઅપ થઈ ગયું. પહેલા પ્રેમના બ્રેકઅપ બાદ પૂનમનું નામ રાજ સિપ્પી સાથે જોડાયું. નિર્માતા રાજ સિપ્પી અને પૂનમ એક શૂટ દરમિયાન મળ્યા અને પરિણીત રાજ પૂનમના પ્રેમમાં પડ્યો.

પૂનમ અને રાજના સંબંધો વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે લગ્નની વાત થઈ, પણ પૂનમ રાજનું ઘર તોડવા માગતી ન હતી. તે નહોતી ઈચ્છતી કે તેના કારણે કોઈનો પરિવાર તૂટે. આ જ કારણે પૂનમનું રાજ સાથે બ્રેકઅપ થઇ ગયું. આ પછી પૂનમ નિર્માતા-નિર્દેશક ઉમેશ મહેરા અને તેની પત્ની દ્વારા આયોજિત હોળી પાર્ટીમાં અશોક ઠકેરિયાને મળી. આ એ સમય હતો જ્યારે પૂનમે થોડા દિવસ પહેલા જ તેના પિતાને ગુમાવ્યા હતા. તે દરમિયાન અશોક ઠકેરિયાએ એકલી અને ઉદાસ પૂનમને ખભો આપ્યો. બંને વચ્ચે નિકટતા વધી અને બંનેએ લગ્ન પણ કરી લીધા. થોડા દિવસો સુધી તેમના લગ્નજીવન સારી રીતે ચાલ્યું. આ લગ્નથી કપલે એક પુત્ર અને એક પુત્રીનું પણ સ્વાગત કર્યુ. પણ તે પછી અશોકે પૂનમને સમય ન આપ્યો અને વર્ષ 1994માં પૂનમને ખબર પડી કે તેના પતિ અશોકનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યુ છે. આ સમાચારથી પૂનમ ભાંગી પડી હતી.

Shah Jina