સામાન્ય રીતે થોડા-થોડા દિવસના અંતરે એવી ખબર તો ચમકતી રહેતી હોય છે કે, પ્રેગ્નેન્ટ મહિલા અને ગંભીર હાલતમાં દર્દીનું સમય પર એમ્બ્યુલન્સ ના મળવાને કારણે મોત નીપજ્યું હોય. હાલમાં જ એક એવી ખબર આવી છે કે, એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચવાને કારણે મરાઠી એક્ટ્રેસનું મોત નીપજ્યું હતું.
2 મરાઠી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ રહી ચુકેલી પૂજા ઝુંઝરની ડીલેવરી દરમિયાન મોત નીપજ્યું હતું, તો તેના નવજાત બાળકે પણ દુનિયા જોતા પહેલા એમ્બ્યુલન્સ મોડી પહોંચવાને કારણે કાયમ માટે આંખ મીચીં દીધી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે રવિવારે સવારે મુંબઈથી 600 કિલોમીટર દૂર હિંગોલી જિલ્લામાં પૂજાએ તેના બાળકને જન્મ આપ્યો હતો.

પૂજાને રાતે વાગ્યાથી જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાયમરી હેલ્થ સેન્ટર વાળાએ પરિવારજનોને સલાહ આપી હતી કે, તેને હિંગોલી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે પરંતુ આ હોસ્પિટલ 40 કિલોમીટર દૂર હોય પરિવારજનોએ એમ્બ્યુલન્સમાં લઇ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ કોઈ પણ એમ્બ્યુલન્સના મળતા કલાકો સુધી હેરાન થયા હતા. ત્યારે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં લઇ જતા સમયે જ પૂજાનું મોત નીપજ્યું હતું.

એક મીડિયા સાથેની વાતચીતમાં હંગોલીનાં ડોક્ટર કહ્યું હતું કે, પેશેન્ટ 11 ઓક્ટોબરે ગોરેગાઁવ પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં 33 અઠવાડિયાની પ્રિમેચ્યોર પ્રેગ્નેન્સી લેબર પેન થયો હતો. ત્યારે તેને હિંગોલીની હોસ્પિટલમાં ઈલાજ કરીને 2 દિવસ બાદ તેને ડિસચાર્જ કરી દેવામાં આવી હતી. 19 ઓક્ટોબરે ફરી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે તેની હિંગોલી સિવિલ હોસ્પિટલ લઇ જવાની વાત કરી હતી. પૂજાના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ મંગાવવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી ના હતી.

પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, જો સમયસર એમ્બ્યુલન્સ મળી હોત તો બન્નેનો જીવ બચાવી શકાયો હોત. 2 મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુકેલી પૂજાએ પ્રેગ્નેન્સીના કારણે કામમાંથી બ્રેક લીધો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.