ખબર

બીજી વાર માં બની છે ‘દિયા ઔર બાતી હમ’ની આ અભિનેત્રી,સીરિયલમાં કામ કરતા કરતા ડાયરેકટને પ્રેમ કરી બેઠી….

ટીવી સિરિયલ ‘દિયા ઔર બાતી હમ’માં કામ કરી ચુકેલું અભિનેત્રી પૂજા શર્મા બીજી વાર માં બની છે.પૂજા એ હાલમાં જ એક દીકરીને જન્મ આપ્યો છે.પૂજાના પતિ પુષ્કર પંડિતે આ ખુશખબરની જાણ પોતાના એકાઉન્ટ દ્વારા દરેકને કરી છે.પૂજા અને પતિ પુષ્કરે પોતાના આ નવજાત બાળકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, તસ્વીરોમાં પૂજાની દીકરીની પહેલી ઝલક દેખાઈ રહી છે.

તેની પહેલા વર્ષ 2017 માં તેણે દીકરી વિયાનાને જન્મ આપ્યો હતો.તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે પૂજાની મોટી દીકરી વિયાના તેની નાની બહેન સાથે રમી રહી છે અને બંને એકબીજા સાથે ખુબ જ ક્યૂટ દેખાઇ રહી છે. યાના પોતાની નાની બહેનને લીધે ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Cheeks getting chubbier Eyes getting smaller #pregnancychronicles Dress by – @momtobe_in

A post shared by pooja sharma (@realpooja) on

તસ્વીરને શેર કરતા પૂજાએ કૈપ્શનમા લખ્યું કે,” મારી બે પૂરી એંજલ્સ, તેનાથી વધારે હું કઈ ન માંગી શકું.વિયાના પોતાની નાની બહેનનું સ્વાગત કરી રહી છે”.

અભિનેત્રી પૂજા શર્માને છેલ્લી વાર લોકપ્રિય સિરિયલ દિયા ઔર બાતી હમ માં જોવામાં આવી હતી જે સ્ટાર પલ્સ પર પ્રસારિત થાતી હતી. વર્ષ 2016 માં પૂજાએ ટીવી સિરિયલ ‘તું મેરા હીરો’ના ડાયરેક્ટર પુષ્કર પંડિત સાથે લગ્ન કર્યા હતા.બંનેની પહેલી મુલાકાત આ જ શો ના સેટ પર થઇ હતી.

 

View this post on Instagram

 

You and I ❤️ and this beautiful girl 👶🥰

A post shared by pooja sharma (@realpooja) on

અમુક સમય સુધી એકબીજા સાથે ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કર્યા હતા.પૂજા શર્માને ટીવી સિરિયલ ‘રુક જાના નહિ’ દ્વારા લોકપ્રિયતા મળી હતી.જો કે દિયા ઔર બાતી હમ માં પૂજાને નેગેટિવ કિરદારમાં જોવામાં આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks