આજે મળીએ રાજકોટની 200 દિવ્યાંગ બાળકોની યશોદા પૂજા પટેલને, બાળકને લીધે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું પણ….

પૂજાબેનના દીકરા વાસુને ડોક્ટરે તપાસ્યો તો ખબર પડી કે તે દિવ્યાંગ છે પછી આત્મહત્યાનો વિચાર આવ્યો, અત્યારે 200 બાળકોની સેવા કરે છે, આવી બેસ્ટ સ્ટોરી તમે કોઈ દિવસ નહિ સાંભળી હોય…

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે, જે સાંભળી આપણે ગર્વ અનુભવીએ છીએ અને સાથે સાથે આંખમાંથી આંસુ પણ સરી પડે છે. હાલ એવા જ એક મહિલાની કહાની અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, જેઓ દિવ્યાંગ બાળકોની માતા બનીને તેમની સેવા કરી રહ્યા છે. દિવ્યાંગ બાળકની વેદના તે સમજી શકે છે જેમના બાળકો દિવ્યાંગ હોય. ત્યારે ગુજરાતના રંગીલા રાજકોટમાં દિવ્યાંગની સંસ્થાના કર્તાહતા અને વાઇસ પ્રેસિડન્ટ પૂજા પટેલ કે જેઓ 200 દિવ્યાંગ બાળકોની યશોદા માતા છે. રાજકોટના પૂજા પટેલના લગ્ન વર્ષ 2004માં જયપુર રહેતા સુરેશભાઇ સાથે થયા હતા અને તેમણે વર્ષ 2010માં પુત્રને જન્મ આપ્યો હતો.

પરિવારમાં પુત્રના જન્મ બાદ ખુશીનો માહોલ હતો, પરંતુ છ મહિના બાદ પુત્ર કોઇ રિસ્પોન્સ આપતો ન હતો અને રડ્યા કરતો હતો. જે બાદ તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો અને તેને ઓટીઝમ હોવાની જાણ થઇ. જે બાદ પૂજાએ તો દીકરા સાથે આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ પરંતુ બાદમાં ડોક્ટરના એક ફોને પૂજાનુ જીવન બદલી નાખ્યુ અને પતિ સાથે તે રાજકોટ આવી. પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન નામની રાજકોટમાં સંસ્થા છે, તેઓ તેમાં જોડાયા અને આ સંસ્થામાં આજે 200 દિવ્યાંગ બાળકો છે, જેમની જવાબદારી પૂજા પટેલ ઘણા હોંશ સાથે નીભાવી રહ્યા છે.

તેઓ આ દિવ્યાંગ બાળકોની યશોદા માતા છે. પૂજા બહેન આ દિવ્યાંગ બાળકોની દેખરેખ રાખે છે અને તેમના સારા ભવિષ્ટ માટે કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેઓ કયારેય લગ્નમાં જતા નથી અને ઘરેણા પણ પહેરતા નથી. તેમના ઘરેણા આ બાળકો જ છે. તેઓ જણાવે છે કે, વર્ષ 2009માં પ્રયાસ સંસ્થાની સ્થાપના થઇ હતી અને ભાસ્કરભાઇ પારેખ અને હરેશભાઇ વિકલાણીએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. પૂજા બહેન કહે છે કે તેઓ વર્ષ 2010માં આ સંસ્થામાં જોડાયા હતા.

ભાસ્કરભાઇ કે જેઓ સંસ્થાના સ્થાપક છે તેઓ કહે છે કે તેમનો દીકરો પણ જન્મથી દિવ્યાંગ હતો અને આવા બાળકોને પાછળથી ખૂબ મહેનત લડવી પડે છે. તેઓને ખાસ તાલીમ પણ આપવી પડે છે અને એટલા જ માટે તેમણે અને તેમના 2-4 મિત્રોએ કે જેમના બાળકો પણ દિવ્યાંગ હતા તેઓએ મળી એક સંસ્થા શરૂ કરવાનું નક્કી કર્યું અને તે બાદ વર્ષ 2009માં આ સંસ્થાની સ્થાપના કરી. તેમનો દીકરો 10 વર્ષની ઉંમરે ચાલતા શીખ્યો હતો અને આજે જીમીશ ‘પ્રયાસ’ની તાલીમથી રોજગારી મેળવવા સક્ષમ છે.

એક ખાનગી સંસ્થામાં તે 6 હજારની નોકરી કરી રહ્યો છે.દિવ્યાંગ હોવા છતાં રોજગારી મેળવવા બદલ રાષ્ટ્રપતિના હસ્તેતેણે 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ મેળવ્યો છે. તે દિવ્યાંગ બેસ્ટ ચાઈલ્ડ માટે પ્રધાનમંત્રીના હસ્તે પણ એવોર્ડ મેળવી ચુકયો છે. પૂજા પટેલ કહે છે કે તેમનો પુત્ર દિવ્યાંગ છે અને દિવ્યાંગોની વેદના એક દિવ્યાંગની માતા જ સમજી શકે છે અને એટલા જ માટે તેઓ વર્ષ 2010માં ‘પ્રયાસ’ માં જોડાયા.પ્રયાસ પેરેન્ટ એસોસિએશન સંસ્થા દિવ્યાંગ બાળકોના માતા-પિતા દ્વારા ચલાવવામાં આવે છે.

જયારે પૂજાબેનના દીકરા વાસુને ડોક્ટરે તપાસ્યો તો ત્યારે ખબર પડી કે તે દિવ્યાંગ છે. વિદેશી ડોક્ટરોએ જ્યારે પૂજાને સમજાવ્યું કે આ બાળક આજીવન આવુ જ રહેશે. ત્યારે પૂજાબેન સાવ પડી ભાંગ્યા હતા અને તેએ હોસ્પિટલેથી ઘરે આવી વાસુને લઇ રૂમમાં જતા રહ્યાં અને રૂમ પણ બંધ કરી લીધો હતો. તેમણે તો આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધુ હતુ. આત્મહત્યા કર્યાના થોડી સેકન્ડ પહેલા તેમણે મોબાઇલ સામે જોયું તો ડોક્ટર સીતારામનનો ફોન હતો. મરતા પહેલા ડોક્ટર સાથે છેલ્લી વાત તેઓ કરે તેમ તેમણે વિચાર્યુ.

પૂજાબેનના ભારે અવાજ અને રડવા પરથી ડોક્ટર વાત સમજી ગયા. પૂજાબેને પણ પોતાના ઇરાદાની ડોકટરને વાત કરી. ડોક્ટરે પૂજાબેનને કહ્યુ કે, બેટા, તારે મરવું હોય તો મરજે મને કોઇ વાંધો નથી પણ એક વખત મને મળી લે. હું તને તારા દીકરાના સોગંદ આપુ છું મને મળવા અત્યારે જ દીકરાને સાથે લઇને મારા ઘરે આવ.’ જે બાદ તો આ ફોને પૂજાનુ જીવન બદલી નાખ્યુ. ડોક્ટરે તેમને ઘણા સમજાવ્યા અને પછી પૂજાબેને દીકરાને ખૂબ પ્રેમ આપી તેને ઉછેરવાનો સંકલ્પ કર્યો.

Shah Jina