સિંદૂર એટલે નારંગી રંગનો ચમકતો પાઉડર. એવી માન્યતા છે કે વિવાહિત સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર માટે પોતાની માંગમાં સિંદૂર લગાવે છે. આ ઉપરાંત સિંદૂર લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. સિંદૂરનો ઉપયોગ પૂજા પાઠ કરવા માટે પણ થાય છે. વગર સિંદૂરે પૂજા અધૂરી ગણવામાં આવે છે. આ ઉપરાંત સિંદૂરનો બીજો પણ કેટલોક ઉપયોગ છે જે તમારા જીવનમાં ઉપયોગી સાબિત થશે. તો ચાલો જાણીએ સિંદૂરના ઉપયોગો.
તકલીફોથી મુક્ત થવા:
જો તમારા જીવનમાં તકલીફો ઓછી નથી થતી તો ચમેલીના તેલમાં સિંદૂર મળવી હનુમાન દાદાને ચડાવવું. હનુમાન દાદાને પાંચ મંગળવાર અને પાંચ શનિવાર આવી રીતે તેલમાં સિંદૂર નથી ચડાવાથી તમારી બધી તકલીફો દૂર થઇ જશે.
સન્માન માટે:
જો કોઈ મિત્ર અથવા સંબંધી તમને સન્માન ન આપતા હોય તો એક પાનની પત્તી પર ફટકડી અને સિંદૂર બાંધી બુધવારે સવારે અથવા સાંજે પીપળાના ઝાડની નીચે કોઈ મોટા પથ્થરની નીચા દબાવીને આવે. પાછળ વળીને જોવું નહીં. આવું ત્રણ બુધવાર સુધી કરવાનું.

વાસ્તુદોષ દૂર કરે:
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરને તેલમાં ભેળવીને લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. આવું સળંગ 40 દિવસ કરવાથી વાસ્તુદોષ નીકળી જાય છે.
આર્થિક તંગી દૂર થાય :
તમારા ઘરે પૈસાને લગતી તકલીફો હોય. નાની વસ્તુ ખરીદવા માટે પણ 10 વાર વિચાર કરતા હોવ તો એકાક્ષી નારિયેળ પર સિંદૂર લગાવી તેને લાલા રંગના કપડામાં બાંધી તેની પૂજા કરો. આ નારિયળને તમારી દુકાનના ગલ્લામાં મા લક્ષ્મીજી પાસે ધન પ્રાપ્તિ થયા એવી પ્રાર્થના કરી કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી દો. ધીમે ધીમે આર્થિક તકલીફ દૂર થઇ જશે.

ધન પ્રાપ્તિ માટે:
એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂર લગાવવાથી દેવી લક્ષ્મીજી કૃપા પ્રાપ્ત થાય છે. સિંદૂર લગાવેલો ગણપતિ બાપાનો ફોટા ઘરના મુખ્ય દરવાજા પર રાખવાથી ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
ગ્રહોની શાંતિ માટે:
જો તમને સૂર્ય અને મંગળ નડતા હોય અને તેમની મહાદશા અથવા અંતર્દશા ચાલે છે તો સિંદૂરને વહેતા પાણીમાં અર્પણ કરવું. આવું કરવાથી ગ્રહનો પ્રભાવ ઓછો થઇ જશે અને સૂર્ય અને મંગળ તમને ફાયદો કરાવશે.

પરીક્ષામાં સફળતા માટે:
ગુરુ પુષ્ય યોગ અથવા શુક્લ પક્ષને પુષ્ય યોગમાં શ્રી ગણેશજીના મંદિરે સિંદૂરનું દાન કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કોઈ પણ પ્રકારની પરીક્ષામાં મહેનત કરતા વધારે સફળતા મળશે.
લોહીના રોગો દૂર કરે:
જો કોઈને લાહીનો રોગ થયો હોય તો સિંદૂરને આપણા ઉપર ફેરવીને વહેતા પાણીમાં નાખી દો. આ ઉપાય ઓછામાં ઓછો પાંચ વખત કરો જેથી રોગ જલ્દી મટી જશે.

દુર્ધટનાના ડરથી છુટકારો મળવવા માટે:
જે લોકોને રોજ વાહનથી દુર્ધટનાનો સામનો કરવો પડતો હોય તો તેમને મંગળવારે હનુમાન દાદાના મંદિરમાં સિંદૂરનું દાન કરવું. આ ઉપાયથી દુર્ઘટનાનો ડર નીકળી જશે.
પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારે:
જો તમારા જીવનમાં એક-બીજાથી મનમોટાવ થતા હોય તો રાત સૂતી વખતે પત્નીએ તેના પતિના ઓશિકા નીચે સિંદૂરની પોટલી રાખવી અને પતિએ તેની પત્નીના ઓશિકા નીચે કંપુટની બે કણી મુકવી.