સાઉથની વધુ એક ક્યૂટ અભિનેત્રીની ક્યૂટ તસવીરો વાયરલ, હૃતિક રોશન સાથે કરી હતી બોલીવુડમાં ફિલ્મ…

ઓહોહો આ તો સામંથા કરતા પણ વધુ ક્યૂટ છે…જુઓ તસવીરો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડમાં પણ પોતાનો સિક્કો જમાવનારી અભિનેત્રી પૂજા હેગડે પોતાની ક્યુટનેસ અને ચુલબુલી અદાઓને લીધે ચાહકોના નજરોમાં રહે છે.પૂજા જયારે પણ ઘરની બહાર નીકળે છે તે પોતાના લુક્સ અને શાનદાર ફેશનને લીધે લોકોને હેરાન કરી દે છે.પૂજા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ પૂજાની અપડેટ્સ મેળવવા માટે આતુર રહે છે.

એવામાં તાજેતરમાં જ પૂજાને તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. મીડિયાએ પૂજાને તેના ઘરની બહાર કેમેરામાં કેપ્ચર કરી હતી. આ સમયે પૂજાએ શોર્ટ ડેનિમ ડ્રેસ પહેર્યોં હતો જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહી હતી.આ લુક સાથે પૂજાએ વ્હાઇટ બુટ પણ પહેર્યા હતા. ખુલ્લા વાળ અને કાનમાં ઈયરરિંગ સાથે પૂજા ખુબ જ સુંદર લાગી રહી હતી. પૂજાએ ગળામાં ચેન પણ પહેર્યો હતો અને હળવો મેકઅપ કર્યો હતો જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. પૂજાએ પણ મીડિયા સામે એકથી એક શાનદાર પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Firstshowz🇮🇳 (@first.showz)

પૂજાનો આ અંદાજ ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો અને કમેન્ટ્સનો વરસાદ કર્યો હતો, ચાહકો પણ તેની તસવીરો પર બ્યુટીફૂલ, કયુટી, હોટ જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે અને હાર્ટ તેમજ ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી કે પૂજા આવા ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થઇ હોય, પૂજા અવાર નવાર તેના જીમની બહાર પણ સ્પોટ થાય છે અને મીડિયા સામે એકથી એક શાનદાર પોઝ પણ આપે છે. પૂજાનો જિમ લુક પણ હંમેશા સામે આવતા જ વાયરલ થઇ જાય છે.

જણાવી દઈએ કે છેલ્લી વાર ફિલ્મ બિસ્ટમા જોવા મળેલી પૂજાની સુપરસ્ટાર પ્રભાસ સાથેની ફિલ્મ રાધે શ્યામ કઈ ખાસ હિટ રહી ન હતી. આ ફિલ્મને દેશભરમા પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી અને 3700થી વધારે સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી જો કે ફિલ્મ દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરી શકી ન હતી

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial)

ફિલ્મ વિશે વાત કરતા પૂજાએ કહ્યું હતું કે ફિલ્મની પોતાની કિસ્મત હોય છે, પણ મારો વિશ્વાસ છે કે ઘણીવાર તમે ફિલ્મ જુઓ છો અને કહો છો કે ફિલ્મ ઠીક ઠાક છે પણ બાદમાં ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી પ્રતિક્રિયા મળી જાય છે અને ઘણીવાર ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ નથી કરી શકતી પણ તમે જયારે પણ તેને જુઓ ત્યારે એવું વિચારશો કે આ ફિલ્મ શા માટે ન ચાલી! માટે મને લાગે છે કે બોક્સ ઓફિસ પર દરેક ફિલ્મોની પોતાની કિસ્મત હોય છે.

Krishna Patel