મનોરંજન

સાઉથની હસીના પૂજા હેગડેએ બટન વગરના શર્ટમાં કરાવ્યુ ફોટોશૂટ, ઝીરો ફિગર જોઇ ચાહકો દિલ આપી બેઠા

અરે આ શું???? શર્ટના બટન ક્યાં ગયા? 5 PHOTOS જોતા જ બેકાબુ થઇ જશો

સાઉથ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવનારી બોલ્ડ અને ખૂબસુરત અદાકારા પૂજા હેગડે કોઇના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ઓછા સમયમાં તેના અભિનયના દમ પર કરોડો દર્શકોનું દિલ જીતી લીધુ છે. અભિનય ઉપરાંત પૂજા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

પૂજા ઘણીવાર તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે પણ બેતાબ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી ચડિયાતી એક તસવીરો તમને જોવા મળશે.આ વખતે પૂજા ઝીરો ફિગરને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક બોલ્ડ તસવીર શેર કરી છે, જેમાં તે ઝીરો ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

પૂજા હેગડેએ હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. શેર કરવામાં આવેલ તસવીરમાં તે બ્લેક કોટ અને શોર્ટમાં તે તેની ઝીરો ફિગર ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીર પર ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, બટન કયાં છે ? ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, પોતાને બરાબર ઢાંકો.

વર્કફ્રંટની વાત કરીએ તો, પૂજા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ “રાધેશ્યામ”ને લઇને ચર્ચામાં બનેલી છે. તેનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. આ ઉપરાંત તે જલ્દી જ ફિલ્મ “આચાર્યા”માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે બોલિવુડ પ્રોજેકટ્સ પણ છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મ “સર્કસ”માં રણવીર સિંહ સાથે જોવા મળશે. સલમાન ખાન સાથે “કભી ઇદ કભી દીવાલી”માં પણ તે તેની ખૂૂબસુરતીના જલવા વિખેરશે.

હાલમાં જ તેણે રણવીર સિંહ અને રોહિત શેટ્ટી સાથે શુટિંગના અનુભવ વિશે વાત કરી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, ફિલ્મની શુટિંગમાં ઘણી મજા આવી. સર્કસ રોહિત સર અને વીરનો ત્રીજો સહયોગ છે. તેઓ વચ્ચે આ પહેલાથી જ બોન્ડિંગ છે. જયારે તેમે એવા લોકો સાથે કામ કરો છો તો તમને મજા જ આવશે.