સાઉથ સુપરસ્ટાર પ્રભાસની હિરોઇને શેર કરી મિરર સેલ્ફી, ફ્લોન્ટ કરી ટોન્ડ બોડી

સાઉથની સૌથી ક્યૂટ પૂજા હેગડેએ ટોન્ડ બોડી દેખાતું ફિગર દેખાડ્યું…ફેન્સ બોલ્યા વાહ શું ખુબસુરતી છે

સાઉથની મોસ્ટ સેંસેશનલ અને ખૂબસુરત અભિનેત્રી પૂજા હેગડે ઘણા સમયથી તેની ફિલ્મ “રાધે શ્યામ”ને લઇને ચર્ચામાં છે. પરંતુ આ વચ્ચે તેની એક સેલ્ફીએ બધાનું ધ્યાન ખેંચ્યુ છે. જેમાં તે તેની ફિટ બોડીને ફ્લોન્ટ કરી રહી છે. સાઉથથી લઇને બોલિવુુડ સુધી પૂજા આ સમયે ચર્ચામાં છે. તેની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે,જેમાંથી સૌથી વધારે ચર્ચામાં “રાધે શ્યામ”ને લઇને છે.

પૂજા હેગડે તેની ખૂબસુરતી અને એક્ટિંગ સ્કિલ્સથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સાથે બોલિવુડમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે. પૂજાએ તેના પોસ્ટ વર્કઆઉટ સેશન બાદ તેની એક મિરર સેલ્ફી શેર કરી હતી, જેમાં તે તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ચાહકોને પણ પૂજાનો આ અંદાજ ઘણો પસંદ આવ્યો હતો. પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર તેની ટોન્ડ મિડ્રિફની એક ઝલક શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

સાઉથ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવનારી બોલ્ડ અને ખૂબસુરત અદાકારા પૂજા હેગડે કોઇના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ઓછા સમયમાં તેના અભિનયના દમ પર કરોડો દર્શકોનું દિલ જીતી લીધુ છે. અભિનય ઉપરાંત પૂજા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. પૂજા ઘણીવાર તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે પણ બેતાબ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી ચડિયાતી એક તસવીરો તમને જોવા મળશે.

પૂજા હેગડે તેની ફિલ્મો સાથે સાથે તેના લુક્સ, ફિટનેસ અને ફેશન સ્ટાઇલને લઇને પણ લાઇમલાઇટમાં રહેતી હોય છે. તેની ગણતરી ફિટ અભિનેત્રીઓમાં થાય છે. તે જણાવી ચૂકી છે કે વર્કઆઉટ કર્યા વગર તે એક દિવસ પણ રહેતી નથી.  પૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પૂજા ફિટ રહેવા માટે યોગથી લઇને પિલાટેસ સુધીની બધી એક્સરસાઇઝમાં પરફેક્શનિસ્ટ છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, પૂજા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ “રાધેશ્યામ”ને લઇને ચર્ચામાં બનેલી છે. તેનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. આ ફિલ્મ 14 જાન્યુુઆરી 2022ના રોજ રીલિઝ થવાની છે. જણાવી દઇએ કે, રાધે શ્યામ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. તેમાં વિક્રમાદિત્ય અને પ્રેરણાની કહાનીને ફિલ્માવવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ વિક્રમાદિત્ય અને પૂજા પ્રેરણાના રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

તેની પાસે એક તેલુગુ ફિલ્મ છે, જેમાં તે ચિરંજીવી સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત તે જલ્દી જ ફિલ્મ “આચાર્યા”માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે બોલિવુડ પ્રોજેકટ્સ પણ છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મ “સર્કસ”માં રણવીર સિંહ સાથે જોવા મળશે. સલમાન ખાન સાથે “કભી ઇદ કભી દીવાલી”માં પણ તે તેની ખૂૂબસુરતીના જલવા વિખેરશે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

પૂજાના ઇન્સ્ટાગ્રામ પર 15.1 મિલિયન ફોલોઅર્સ છે. તેની પોસ્ટ પર ઘણી લાઇક્સ અને કમેન્ટો આવે છે. કેટલાક સમય પહેલા જ સોશિયલ મીડિયા પર પૂજાએ બિકી તસવીર શેર કરી હતી જે થ્રોબેક તસવીર હતી.

Shah Jina