સોશિયલ મીડિયામાં આજકાલ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ટીવી સિરિયલના સિતારાઓ હોય કે પછી બોલીવુડના સિતારાઓ હોય બિકીની તસ્વીરો શેર કરતા રહે છે. પોપ્યુલર ટીવી સિરિયલ ‘મન કી આવાજ પ્રતિજ્ઞા’ માં સંસ્કારી અને અન્યાય સામે લડનારી વહુનો પાત્ર ભજવી ચુકેલી એક્ટ્રેસ પૂજા ગૌર આજકાલ વેકેશન માણી રહી છે. પૂજા ગૌરે તેના વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.
ટીવીમાં સીધી-સાદી દેખાતી વહુ પ્રતિજ્ઞા એટલે કે, પૂજા ગૌર અસલ જિંદગીમાં ઘણી બોલ્ડ છે. પૂજાનું ઇન્સ્ટાગ્રામ બોલ્ડ તસ્વીરથી જ ભરાયેલું છે. હાલમાં જ તેને બિકીની લુકમાં તસ્વીર શેર કરી છે.
પૂજા ગૌર આજકાલ ફુકેતમાં વેકેશન માણી રહી છે. પૂજાએ તેના વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં તે બિકીની લુકમાં નજરે આવી રહી છે. તસ્વીર શેર કરીને પૂજાએ લખ્યું હતું કે,’The kind of blues I like.’ પૂજાની આ તસ્વીર જોઈને ફેન્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.
પૂજાએ શેર કરેલી તસ્વીરમાં તેને પોલ્કા ડોટ ઓરેન્જ બિકીનીમાં નજરે ચડે છે. ટીવીથી અલગ તેની આ તસ્વીર જોઈને ફેન્સ હેરાન થઇ ગયા હતા.
જણાવી દઈએ કે, ઘણા શોમાં કામ કરી ચુકેલી પૂજા હાલમાં કોઈ શોમાં કામ નથી કરતી. પૂજાને આજે પણ તેના ફેન્સ પ્રતિજ્ઞાના નામથી જ જાણે છે.
પૂજાની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો તે છેલ્લા 10 વર્ષથી એક્ટર રાજસિંહને ડેટ કરી રહી છે. બન્નેની પહેલી મુલાકાત હોરર ટીવી શો ‘કોઈ આને કો હૈ’ ના સેટ પર થઇ હતી. પૂજાના માતા-પિતા શરૂઆતના દિવસોમાં પૂજા અને રાજના ડેટને લઈને ખુશ ના હતા. પૂજાના માતા-પિતા માનતા હતા કે પૂજાની પસંદગી સારી નથી, બાદમાં પૂજાએ તેના માતા-પિતાને મનાવી લીધા હતા.
પૂજા હંમેશા તેની રિલેશનશિપને લઇને ખુલ્લીને જ વાત કરતી હતી. ત્યાં સુધી કે, તે ઇન્ટરવ્યૂ, પબ્લિક ઇવેન્ટમાં પણ તેની પર્સનલ લાઈફને લઈને ખુલ્લીને વાત કરતી હતી.
પૂજાના કામની વાત કરવામાં આવે તો આજકાલ પૂજા રિયાલિટી શો પર ધ્યાન આપી રહી છે. પૂજાએ રિયાલિટી શો સિવાય ખતરો કે ખેલાડી અને બિગ બોસ-6માં હિસ્સો રહી ચુકી છે. ટીવી સિરિયલ સિવાય પૂજા બૉલીવુડ ફિલ્મ ‘કેદારનાથ’ માં નજરે આવી ચુકી છે.