મનોરંજન

એક જમાનાની સ્ટાર હિરોઈન ટિફિન વેચીને ચલાવે છે પોતાનું ઘર, કહ્યુ કે મારે દયા નહીં પણ જોઈએ છે કામ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની સાથે ફિલ્મ ‘વીરગતિ’ માં જોવા મળેલી અભિનેત્રી પૂજા ડડવાલ મોતને હરાવીને સ્વસ્થ સલામત થઇ ચુકી છે. ત્યારે પૂજા હવે બોલિવૂડમાં કામની શોધમાં છે અને તે કહે છે કે હવે તે કોઈની મદદથી નહિ, પણ કામ કરીને પોતાનું જીવન ચલાવવા માંગે છે.

ખરેખર વાત એમ છે કે માર્ચ 2018માં એવા સમાચાર સામે આવ્યા કે પૂજા ડડવાલ ટીબીની બિમારીથી ઝૂઝી રહી છે. ટીબીની બિમારીને કારણે તે મુંબઇના શિવડી હોસ્પિટલમાં 6 મહિના માટે દાખલ રહી હતી, આ દરમિયાન પૂજાની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી, પરંતુ જ્યારે સલમાન ખાનને આ વાતની ખબર પડી ત્યારે તેણે પૂજાની મદદ કરી અને તેની સારવારનો બધો જ ખર્ચ ઉઠાવ્યો.

Image Source

બિમારીને લડત આપીને હરાવ્યા બાદ, પૂજા હવે બોલીવુડમાં પરત ફરવા માંગે છે. ભલે પૂજા તેની માંદગી સામે લડીને સ્વસ્થ થઈ ગઈ હોય, પણ છતાં આર્થિક તંગી એવી છે કે બસ જેમ-તેમ કરીને ગુજરાન ચલાવી રહી છે. પૂજા 5 હજાર ભાડુ આપીને વર્સોવા ગામની એક ચાલીમાં રહે છે અને તેની પાસે ના તો ખાવા-પીવાની વ્યવસ્થા છે, ન તો પહેરવા માટે ઢંગના કપડાં. હવે તે કોઈની મદદ લેવા નથી માંગતી પરંતુ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે અને તેથી જ તે બોલિવૂડ પાસેથી કામની ભીખ માંગી રહી છે.

એક ઇન્ટરવ્યૂમાં પૂજાએ કહ્યું કે, ‘હું આ સમયે સંપૂર્ણ સ્વસ્થ છું, પરંતુ હવે હું કામની શોધમાં છું. હું ફરી એક વાર બોલિવૂડમાં અભિનય કરવા માંગુ છું. મેં 2 દાયકા પહેલા ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો હતો, પરંતુ હવે હું પરત ફરવા માંગુ છું. ટીવી, ફિલ્મ અથવા ડિજિટલ મીડિયાને લગતું કોઈપણ કાર્ય, જે મારે લાયક હોય, હું તે કરીશ.’

Image Source

ઇન્ટરવ્યૂમાં પૂજાએ તેની માંદગીના દિવસો યાદ કરતાં કહ્યું કે, ‘શરૂઆતમાં મને એ પણ ખબર ન હતી કે મને ટીબી છે. હું ગોવામાં રહેતી હતી, કેસિનોમાં રહેતી હતી. મારી પાસે પૈસા નહોતા, મારી બિમારીને કારણે મારો પરિવાર મારાથી દૂર થઇ ગયો હતો, પરિવાર તરફથી કોઈ મદદ મળી રહી ન હતી, તેથી સારવાર અને હોસ્પિટલથી દૂર હતી. તે સમયે, મને લોહીની ઉલ્ટીઓ થતી હતી, મારા વાળ ઝડપથી ઉતરી રહ્યા હતા, જ્યારે વાળમાં કાંસકો ફેરવતી તો ઘણા વાળ ઉતરી જતા, બધા વાળ ઉતરી ન જાય એ ડરને કારણે મેં વાળમાં કાંસકો ફેરવવાનું બંધ કરી દીધું હતું.’

Image Source

પૂજાએ જણાવ્યું કે ‘એક ડિરેક્ટર મિત્ર રાજેન્દ્ર સિંહને ફોન કર્યો અને મને મારી પરિસ્થિતિ વિશે જાણ કરી તો તેણે મને મુંબઇ માટે ટિકિટ આપી અને જ્યારે તેણે મને મુંબઈમાં જોઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. ફક્ત હાડકાં જ બાકી રહયા હતા. મારું વજન 52 કિલોથી 26 કિલો થઈ ગયું હતું, રાજેન્દ્રજીએ મને શિવડીની ટીબી હોસ્પિટલમાં દાખલ કરાવી અને સારવાર શરૂ કરાવી. પરંતુ પૈસાની તંગીના કારણે સારવારમાં કેટલીક સમસ્યાઓ આવવા લાગી.’

Image Source

પૂજાએ કહ્યું, ‘આ પછી જ્યારે આ સમાચાર મીડિયા સુધી પહોંચ્યા ત્યારે સલમાન ખાનને મારા વિશે ખબર પડી જે પછી તેમણે મારી મદદ કરી. તેમની ટીમ મને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માંગતી હતી, પરંતુ હું શિવડીની ટીબી હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગતી હતી કારણ કે મેં સાંભળ્યું હતું કે અહીંની સારવાર સારી છે. મારા તબીબી ખર્ચ ઉપરાંત સરકારી દવાખાનાના જનરલ વોર્ડમાં પડદો લગાવીને તેમને મારી સ્પેસ અલગ કરાવી. નવા બેડથી લઈને મારા ખાવા પીવા સુધીની વ્યવસ્થા સલમાનની ટીમે ઘણી સારી રીતે કરી. એક કેરટેકર મારી સાથે ત્યાં 24 કલાક રહેતો હતો.

Image Source

હોસ્પિટલના દિવસોને યાદ કરતા પૂજાએ કહ્યું – ‘મેં બે દિવસમાં હોસ્પિટલમાં નવ લોકોને મરતા જોયા. મને મને લાગતું હતું કે હવે મારો નંબર છે, પરંતુ સલમાન ખાને મને એક નવી જિંદગી આપી. હવે મારું જીવન તેમના નામે છે, હવે હું સારી રીતે જીવવા માંગુ છું અને અભિનયનું કામ પણ કરવા માંગુ છું. હું મહેનત કરીને ઘર ખરીદવા માંગુ છું, જેમાં હું ભગવાનની નહિ, સલમાનની તસ્વીર લગાવીને પૂજા કરીશ. મારે સલમાનને મળીને તેમના પગે લાગવું છે અને આભાર માનવો છે.’

Image Source

સલમાન ખાનનો આભાર માનવા અંગે પૂજા કહે છે – ‘મારા માટે, તો તેઓ જ મારા ભગવાન છે જેમણે જીવન આપ્યું. માંદગીમાંથી સ્વસ્થ થયા પછી તરત જ હું મારા સ્વાસ્થ્યમાં સુધારો કરીને સલમાનને મળવા માંગતી હતી. આજની દુનિયામાં ઘણા ઓછા લોકો એવા છે જે લોકોને મદદ કરે છે. જ્યારે મારા પરિવાર અને મારા માતા-પિતાએ મારી બીમારી તેમના માટે જોખમી ન બને તે વિચારીને મને તેમનાથી દૂર કરી દીધી, ત્યારે સલમાને મને મદદ કરીને નવું જીવન આપ્યું છે. હવે હું કામ શોધી રહી છું અને એ માટે હું મારા સમયના લોકોને મળી રહી છું. લોકો મને મળવા માટે પણ બોલાવી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ કામ મળ્યું નથી. મને લાગે છે કે કામના મામલે ફક્ત સલમાન ખાન જ મારી મદદ કરી શકે છે. હું તેમની પાસેથી વારંવાર મદદ નથી લેવા ઇચ્છતી, પરંતુ મારા માટે હવે તેઓ ભગવાન છે.’

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.