સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર પૂજા દડવાલ એક સમયે સારવાર માટે પાઈએ પાઈની મોહતાજ થઇ ગઈ હતી. એક સમય હતો જયારે લોકોની ભીડ તેની આજુબાજુ રહેતી હતી. પરંતુ પૂજાનો એક સમય એવો આવ્યો કે તે જ ભીડમાં ખોવાઈ ગઈ હતી.

90ના દાયકાની એક્ટ્રેસ પૂજા દડવાલે ‘દબદબા’, ‘સિંદૂર કી સોગંધ’,’હિન્દુસ્તાન’,’જીને નહીં દૂંગા’, ‘મેડમ નંબર-1’, ‘કુછ કરો ના’, ‘મૃત્યુ’,તુમસે પ્યાર હો ગયા’ સહીત ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું હતું.

એક સમયે લોકો તેની સાથે કામ કરવા લાઈનમાં રહેતા હતા તો બીજી તરફ હાલમાં જ પૂજા સલમાન ખાન અને બોલીવુડના દિગ્ગ્જ્જો પાસે કામ માંગી રહી હતી. એક મીડિયા રિપોર્ટમાં પાઇ-પાઈની મોહતાજ થયેલી પૂજાએ જણાવ્યું હતું કે, હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા લોકોને મળ્યો છું. લોકો પાસે કામ માંગી રહી છું. લોકો મને ફક્ત આશ્વાસન આપી રહ્યા છે કે તને કામ મળી જશે. પરંતુ હવે હું રાહ જોઈ શકું એમ નથી. હું નથી ઇચ્છતી કે, ફરી એક વાર હું પથારીમાં પડું ત્યારે જ લોકો મને મદદ કરે. મને કોઈની દયા નથી જોઈતી પરંતુ મને કામ જોઈએ છે. હું એક સારી એક્ટ્રેસ છું. એક્ટિંગમાં હું સારી રીતે કામ કરી શકું છું.

વધુમાં પૂજાએ જણાવ્યું હતું કે, મેં ક્યાંક વાંચ્યું હતું કે, નિર્દેશક અનીસ બઝમી, સોહા અલી ખાન અને બમન ઈરાનીએ હાલત વિશે સાંભળ્યું તો દુઃખી થયા હતા. અનીસ બઝ્મીએ ત્યાં સુધી કહ્યું હતું કે, જ્યારે તે પોતાની આગામી ફિલ્મમાં મને કાસ્ટ કરશે. હું અનીસ બઝમી, બોમન ઈરાની તેમજ સોહા અલી ખાનની દિલથી આભારી છું. અત્યાર સુધીમાં મારી પાસે કોઈ કામ ના હોય મારી પાસે પૈસા નથી પરંતુ મને આત્મવિશ્વાસ છે. હું મારી રોજગારી માટે ટિફિન સર્વિસનું કામ 3 દિવસ પહેલા શરૂ કર્યું છે. કોઈ કામ ના હોવાને કારણે મને સમજમાં આવતું ના હતું કે, હું શું કામ કરું જેનાથી મને રોજગાર મળે. ત્યારે મારા મિત્ર અને નિર્દેશક રાજેન્દ્ર સિંહએ મને ટિફિનનું કામ શરૂ કરવાની સલાહ આપી હતી.તેને મને આ કામ માટે જગ્યા પણ રાખી દઈ અને સામાન પણ મંગાવી લીધો છે.

આજે હું મારા કામની જગ્યા પર રહી છું. ચાર દિવસ પહેલા મારી પાસે રહેવાની જગ્યા પણ ના હતી. આજે રહેવાની જગ્યા અને જમવાનું મળી જાય છે. મને ખુદ અને ભગવાન પર વિશ્વાસ છે કે મને જલ્દી જ ફિલ્મમાં કામ મળવાનુંય શરૂ થઇ જશે.

થોડા દિવસ પહેલા પૂજાની મુલાકાત મીડિયા સાથે થઇ હતી. ઘણા લોકોએ ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. પરંતુ પૂજાએ કહ્યું હતું કે, મારે સલમાન ખાનને મળીનેઆભાર માનવો છે કે, કારણકે તેને જ મને નવું જીવન આપ્યું છે. મારા માટે તો સલમાન ખાન જ ભગવાન છે. જયારે હું મરણપથારી પર હતી ત્યારે ભગવાને સલમાનને મારી મદદ માટે મોકલી દીધો હતો.

જણાવી દઈએ કે, પૂજા ગત વર્ષે માર્ચમાં ટીબી જેવી ભયંકર બીમારીથી પીડાતી હતી. ત્યારે પૂજા પાસે ઇલાજના પૈસાના હતા. સલમાન ખાને પૂજાનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતું. બાદમાં પૂજા ઠીક થઇ જતા સલમાને તેના ખર્ચ તેને ગોવામાં રેન્ટલ હાઉસમાં શિફ્ટ કરી દીધી હતી.

બિમારીને લડત આપીને હરાવ્યા બાદ, પૂજા હવે બોલીવુડમાં પરત ફરવા માંગે છે. ભલે પૂજા તેની માંદગી સામે લડીને સ્વસ્થ થઈ ગઈ હોય, પણ છતાં આર્થિક તંગી એવી છે કે બસ જેમ-તેમ કરીને ગુજરાન ચલાવી રહી છે. પૂજા 5 હજાર ભાડુ આપીને વર્સોવા ગામની એક ચાલીમાં રહે છે અને તેની પાસે ના તો ખાવા-પીવાની વ્યવસ્થા છે, ન તો પહેરવા માટે ઢંગના કપડાં. હવે તે કોઈની મદદ લેવા નથી માંગતી પરંતુ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે અને તેથી જ તે બોલિવૂડ પાસેથી કામની ભીખ માંગી રહી છે.

ઇન્ટરવ્યૂમાં પૂજાએ તેની માંદગીના દિવસો યાદ કરતાં કહ્યું કે, ‘શરૂઆતમાં મને એ પણ ખબર ન હતી કે મને ટીબી છે. હું ગોવામાં રહેતી હતી, કેસિનોમાં રહેતી હતી. મારી પાસે પૈસા નહોતા, મારી બિમારીને કારણે મારો પરિવાર મારાથી દૂર થઇ ગયો હતો, પરિવાર તરફથી કોઈ મદદ મળી રહી ન હતી.

તેથી સારવાર અને હોસ્પિટલથી દૂર હતી. તે સમયે, મને લોહીની ઉલ્ટીઓ થતી હતી, મારા વાળ ઝડપથી ઉતરી રહ્યા હતા, જ્યારે વાળમાં કાંસકો ફેરવતી તો ઘણા વાળ ઉતરી જતા, બધા વાળ ઉતરી ન જાય એ ડરને કારણે મેં વાળમાં કાંસકો ફેરવવાનું બંધ કરી દીધું હતું.’

હોસ્પિટલના દિવસોને યાદ કરતા પૂજાએ કહ્યું – ‘મેં બે દિવસમાં હોસ્પિટલમાં નવ લોકોને મરતા જોયા. મને મને લાગતું હતું કે હવે મારો નંબર છે, પરંતુ સલમાન ખાને મને એક નવી જિંદગી આપી. હવે મારું જીવન તેમના નામે છે, હવે હું સારી રીતે જીવવા માંગુ છું અને અભિનયનું કામ પણ કરવા માંગુ છું. હું મહેનત કરીને ઘર ખરીદવા માંગુ છું, જેમાં હું ભગવાનની નહિ, સલમાનની તસ્વીર લગાવીને પૂજા કરીશ. મારે સલમાનને મળીને તેમના પગે લાગવું છે અને આભાર માનવો છે.’
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.